ETV Bharat / state

પ્રેમ લગ્ન કરનાર યુવક યુવતીને મળવા બોલાવી પરિવારે યુવતીનું અપહરણ કર્યું - યુવક યુવતી

અમદાવાદ: નવરંગપુરા વિસ્તારમાં એક અપહરણનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પ્રેમ લગ્ન કરનાર યુવક અને યુવતીને સમાધાન કરવા માટે યુવતીના પરિવારજનોએ બોલાવ્યા હતા. જે બાદ યુવતીના પરિવારજનોએ યુવક પર હુમલો કરી યુવતીનું અપહરણ કરીને નાસી ગયા હતા. આ મામલે ફરિયાદના આધારે નવરંગપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં પ્રેમ લગ્ન કરનાર યુવક યુવતીને મળવા બોલાવી યુવતીનું પરિવારે કર્યું અપહરણ
author img

By

Published : Sep 11, 2019, 4:42 PM IST

શહેરના એસ.જી. હાઇવે પર રહેતા ભાવિન ચશ્માંની દુકાન ચલાવે છે. ભાવિને પોતાના ત્યાં રહેતી પલક નામની યુવતી સાથે પ્રેમસંબંધ હતો, પરંતુ પલકના પરિવારજનો લગ્ન કરવા તૈયાર ના હોવાથી બંને જણાએ પ્રેમ લગ્ન કર્યા હતા અને શાંતિથી જીવન ગુજરી રહ્યા હતા. આ દરમિયાન પરિવારજનોએ બંનેને સમાધાન માટે નવરંગપુરા જૈન દેરાસરની ઓફીસમાં બોલાવ્યા હતા. ઓફિસમાં બંને પરિવાર અને ભાવિન તથા પલક વચ્ચે વાત ચાલી રહી હતી.

પ્રેમ લગ્ન કરનાર યુવક યુવતીને મળવા બોલાવી પરિવારે યુવતીનું અપહરણ કર્યું
વાતચીત દરમિયાન એક ટોળું મંદિરમાં આવ્યું હતું અને ભાવિન તથા તેના પરિવાર પર લાકડી અને પાઇપ વડે હુમલો કર્યો હતો. ઘટનાને લઈને દેરાસરમાં અફરતાફરીનો માહોલ સર્જાયો હતો. આ મારમારીમાં ભાવિન અને તેના પરિવારજનોને ઇજા પહોંચી હતી. હુમલો કરવા આવેલા લોકો પલકને અપહરણ કરીને સાથે લઈ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આ સમગ્ર ઘટના દેરાસરના CCTV કેમેરામાં કેદ થઈ હતી. આ મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ભાવિને ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Intro:અમદાવાદ: શહેરમાં એક બાદ એક ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે નવરંગપુરા વિસ્તારમાં એક અપહરણનો કિસ્સો સામે આવ્યો છે જેમાં પ્રેમ લગ્ન કરનાર યુવક અને યુવતીને સમાધાન કરવા માટે યુવતીના પરિવારજનોએ બોલાવ્યા હતા જે બાદ યુવતીના પરિવારજનો યુવક પર હુમલો કરી યુવતીનું અપહરણ કરીને નાસી ગયા હતા.આ મામલે નવરંગપુરા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

Body:આ અંગે વિગતવાર વાત કરીએ તો શહેરના એસ.જી.હાઇવે પર રહેતો ભાવિન ચશ્માંની દુકાન ચલાવે છે.ભવિનને પોતાના ત્યાં રહેતી પલક નામની યુવતી સાથે પ્રેમસંબંધ હતો પરંતુ પલકના પરિવારજનો લગ્ન કરવા તૈયાર ના હોવાથી બંને જણાએ પ્રેમ લગ્ન કર્યા હતા અને શાંતિથી જીવન ગુજરી રહ્યા હતા.આ દરમિયાન પરિવારજનોએ બંનેને સમાધાન માટે નવરંગપુરા જૈન દેરાસરની ઓફીસમાં બોલાવ્યા હતા.ઓફિસમાં બંને પરિવાર અને ભાવિન તથા પલક વચ્ચે વાત ચાલી રહી હતી.

વાતચીત દરમિયાન એક ટોળું મંદિરમાં આવ્યું હતું અને ભાવિન તથા તેના પરિવાર પર લાકડી અને પાઇપ વડે હુમલો કર્યો હતો.ઘટનાને લઈને દેરાસરમાં અફરતાફરીનો માહોલ સર્જાયો હતો.આ મારમારીમાં ભાવિન અને તેના પરિવારજનોને ઇજા પહોંચી હતી તો પલકનું પણ હુમલો કરવા આવેલા લોકો અપહરણ કરીને સાથે લઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.આ સમગ્ર ઘટના દેરાસરના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી.આ મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ભવીને ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે....Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.