વસંતનગર ખાતે જ્યારે ટાંકી તોડવાની કામગીરી ચાલી રહી હતી. કોઈ મીટિંગ કે, કોઇ પ્રકારની જાણ હાઉસિંગ બોર્ડ તરફથી કરવામાં આવી ન હતી. જ્યારે ટાંકી પડી ત્યારે તેઓ ઘરમાં પણ હાજર હતા. તેમાં એક મહિલા કે, જેને 20 દિવસ પહેલા જ ડિલિવરી આવી છે. તે પણ હાજર હતા. ટાંકી પડી ત્યારે ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું.
બીજી તરફ ફાયર બ્રિગેડના ઓફિસર રાજેશ ભટ્ટે જણાવે છે કે,આ ટાંકી ધરાશાયી થવામાં કોઈ જાનહાનિ કે, ઇજાની ઘટના બની નથી. હાલમાં ટાંકીનો કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. હાઉસિંગ બોર્ડના બે મકાનોના ધાબા પર ટાંકીનો કાટમાળ પડયો હોવાથી તે બંને ઘર પરથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે.
અમદાવાદમાં ટાંકી પડવાની આ ત્રીજી ઘટના બની છે. આ પહેલા શહેરના બોપલ અને નિકોલમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ હતી. હમણાં ઘાટલોડિયા વિસ્તારમાં પણ ભાંગી પડવાની ઘટના સામે આવી હતી. શહેરમાં કુલ 99 જર્જરિત ટાંકી છે. જેમાં 42 ટાંકીઓ ઉતારી લેવાની કામગીરી કરી દેવામાં આવી છે. બાકીની ટાંકીઓ જેમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. તેને પણ ઉતારી દેવાની કામગીરી ચાલુ છે.