અમદાવાદ: ગોરધન ઝડફિયાની હત્યા કરવા આવેલા શાર્પશૂટર ઇરફાન શેખની ગુજરાત ATSએ રિલીફરોડ પરની હોટલમાંથી ધરપકડ કરી હતી. જેની તપાસ દરમિયાન અન્ય 4 શંકાસ્પદ ઇસમોની ATSએ અટકાયત કરી છે. 3 લોકો મહારાષ્ટ્ર અને એક કર્ણાટક એમ કુલ 4 ઇસમોની અટકાયત કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે. જેમની પૂછપરછ બાદ અન્ય ખુલાસા થાય તેવું લાગી રહ્યું છે.
અમદાવાદ: ગુજરાત ATSને મળી વધુ એક સફળતા, ઝડપિયા હત્યા કેસમાં વધુ 4 શંકાસ્પદ ઇસમોની કરી અટકાયત ગુજરાત ATSના DIG હિમાંશુ શુક્લા સાથે ઇટીવી ભારતના સંવાદદાતા પાર્થ શાહ સાથેની ટેલિફોનિક વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે, ગુજરાત ATSને ચોક્ક્સ બાતમી મળી હતી કે ગુજરાતના નેતાની હત્યા કરવા એક ઈસમ અમદાવાદના રિલીફરોડ પરની હોટલમાં રોકાયા છે. જેને આધારે અમે લોકોએ એક ટીમ બનાવી મોડીરાત્રે આરોપીની ધરપકડ કરી હતી. જે દરમિયાન આરોપી ઇરફાને ફાયરિંગ પણ કર્યું હતું. જોકે અમારી ટીમે સાવચેતીપૂર્વક આરોપી શાર્પશૂટર ઇરફાનને ઝડપી દીધો હતો. જેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા વધુ કેટલાક નામો સામે આવ્યા છે. જેમાં હાલ 4 લોકોની હાલ અટકાયત કરવામાં આવી છે. અમદાવાદ: ગુજરાત ATSને મળી વધુ એક સફળતા, ઝડપિયા હત્યા કેસમાં વધુ 4 શંકાસ્પદ ઇસમોની કરી અટકાયત જો કે, વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું કે, મહારાષ્ટ્રના 3 અને કર્ણાટકનો 1 એમ કુલ 4 શંકાસ્પદ ઇસમોની અટકાયત કરવામાં આવી છે. હાલ તેઓની ગુજરાત ATS દ્વારા પૂછપરછ ચાલી રહી છે. બીજી તરફ એવું પણ કહેવું છે કે, ઝડફિયાની હત્યાના ષડયંત્રના કેસમાં મોટા માથાની પણ સંડોવણી હોઈ શકે છે. ત્યારે જોવું રહ્યું કે ગુજરાત ATS સૌથી મોટા અને ખૂંખાર આરોપીઓની ધરપકડ કરી ચુક્યા છે. ત્યારે હત્યાના ષડયંત્રના કેસમાં અન્ય કેટલા નામ સામે આવે છે.