ETV Bharat / state

કોરોના કેસની સખ્યામાં વધારો થયા બાદ કોટ વિસ્તાર અને દાણી લીમડામાં કરફ્યૂ જાહેર - અમદાવાદ ન્યુઝ

અમદાવાદમાં આવેલા કોરોના હોટસ્પોટ વિસ્તારોમાં પોઝિટિવ કેસની સંખ્યા વધતા રાજ્ય સરકારે કોટ વિસ્તાર અને દાણીલીમડામાં કરફ્યૂ જાહેર કર્યો છે.

કોરોના કેસની સખ્યામાં વધારો, કોટ વિસ્તાર અને દાણીલીમડામાં કરફ્યૂ જાહેર

author img

By

Published : Apr 15, 2020, 5:09 PM IST

અમદાવાદઃ શહેરમાં આવેલા કોરોના હોટસ્પોટ વિસ્તારોમાં કેસની સંખ્યા વધતા રાજ્ય સરકારે અમદાવાદના કોટ વિસ્તાર અને દાણીલીમડામાં કરફ્યૂ લાગુ કર્યો છે. સવારથી જ આ તમામ વિસ્તારમાં માર્ગો પર કરફ્યૂૂનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. ઘરની બહાર નીકળતા લોકોને કાયદાનું પાલન કરાવવા ક્યાંક હળવા બળનો ઉપયોગ કર્યો હોવાની વિગતો સામે આવી છે.

અમદાવાદના 13 દરવાજાની અંદર આવતા તમામ કોટ વિસ્તાર અને દાણીલીમડા વિસ્તારમાં સવારના 6 વાગ્યાથી કરફ્યૂનો ચુસ્ત અમલ દેખાયો છે. પોલીસ આવતા જતા લોકોની તપાસ કરે છે અને જો કારણ વગર લોકો બહાર ભટકતા નજરે પડે તો પોલીસ કડકાઇથી કાર્યવાહી કરે છે. લૉકડાઉન સમયે હોટસ્પોટ વિસ્તારોના જે માર્ગો પર થોડી ભીડ જોવા મળતી હતી, હવે કરફ્યૂમાં રોડ સુમસામ ભાસી રહ્યા છે.

દાણીલીમડા વિસ્તારને કોરોનાનું એપી સેન્ટર ગણવામાં આવી રહ્યું છે, ત્યારે અહીં દર 15 મિનિટે રીક્ષા પર જાહેરાત કરવામાં આવી રહી છે, જે કોઈ વ્યક્તિ કરફ્યૂ તોડશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી રહી છે.

અમદાવાદમાં કોરોનાના કુલ 413 જેટલા કેસ નોંધાયા છે. જે પૈકી આશરે 80 ટકા કેસ હોટસ્પોટ વિસ્તારમાંથી ફેલાયા હોવાનું તારણ જોવા મળે છે.

નોંધનીય છે કે, અમદાવાદમાં 15મી એપ્રિલના રોજ 42 પોઝિટિવ કેસ નવા નોંધાવવામાં આવ્યા છે અને તેને કાબુમાં રાખવા માટે કરફ્યૂ લાદવામાં આવ્યું છે. 25મી એપ્રિલથી રમઝાન મહિનો શરૂ થતું હોવાથી રાજ્ય સરકાર દ્વારા 6 દિવસનો લાંબો કરફ્યૂ લાગૂ કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.