ETV Bharat / state

Ahmedabad Crime : જમ્મુ કાશ્મીરના યુવકો માટે સેના બટાલિયનના સરનામે બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ બનાવતાં બે આરટીઓ એજન્ટ ઝડપાયા

જમ્મુ કાશ્મીરના યુવકોને સુરક્ષા દળોની બટાલિયનના સરનામે બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ બનાવી આપનાર બે એજન્ટ અમદાવામાંથી ઝડપાયા હતાં. આર્મી કેન્ટોન્મેન્ટ સુધી સરળતાથી પહોંચવા તેનો ઉપયોગ થયો હોય કે કરવામાં આવનાર હોવાની આશંકાને પગલે ક્રાઈમ બ્રાન્ચે સઘન તપાસ શરુ કરી છે.

Ahmedabad Crime : જમ્મુ કાશ્મીરના યુવકો માટે સેના બટાલિયનના સરનામે બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ બનાવતાં બે આરટીઓ એજન્ટ ઝડપાયા
Ahmedabad Crime : જમ્મુ કાશ્મીરના યુવકો માટે સેના બટાલિયનના સરનામે બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ બનાવતાં બે આરટીઓ એજન્ટ ઝડપાયા
author img

By

Published : Jun 17, 2023, 8:56 PM IST

આરટીઓ એજન્ટોની ધરપકડ

અમદાવાદ : ભારતીય સુરક્ષા દળોની બટાલીયનના સરનામા પર જમ્મુ કાશ્મીરના રહીશોના નામ પર બનાવવામાં આવતા ડ્રાઇવિંગ લાઇસન્સના રેકેટનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આ મામલે બે શખ્સોની ધરપકડ કરી છે, આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં બનાવવામાં આવેલા ડ્રાઇવિંગ લાયસન્સ અને તેને બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા બોગસ રબર સ્ટેમ્પ સહિતની ચીજવસ્તુઓ કબજે કરવામાં આવી છે. ત્યારે આ યુવકો દ્વારા બનાવવામાં આવેલા ડ્રાઇવિંગ લાયસન્સનો ઉપયોગ કરીને કોઈ આતંકી પ્રવૃત્તિને અંજામ આપવામાં આવ્યો છે કે કેમ તેને લઈને ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.

બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ : અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશનરને પૂણેની મિલિટરી ઇન્ટેલિજન્સ તરફથી માહિતી મળી હતી કે અમદાવાદ તેમજ ગાંધીનગર આરટીઓ એજન્ટ તરીકે કામ કરતા કેટલાક એજન્ટો જમ્મુ કાશ્મીરના વ્યક્તિઓ સાથે સંપર્ક ધરાવે છે. તેઓ જમ્મુ કાશ્મીરમાં રહેતા રહીશોના આધાર પુરાવા મેળવી તે આધાર પુરાવાની સાથે સુરક્ષા દળોના ખોટા પુરાવા આરટીઓ કચેરીમાં રજૂ કરી બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી રહ્યા છે.

2000 ખોટા ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવ્યા : આ મામલે પકડાયેલા બંને આરટીઓ એજન્ટ આરોપીઓએ અત્યાર સુધીમાં 2000થી પણ વધુ ખોટા ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવ્યા હોવાની તપાસમાં હકીકત સામે આવી છે. તેઓ એક લાઇસન્સ દીઠ 8 થી 20 હજાર રૂપિયા વસૂલતા હતાં. બંને આરોપીઓ ઓનલાઈન પોતાનું પેમેન્ટ મેળવતા હતા. આરોપીઓએ બનાવટી લાઇસન્સ કઢાવી 50 લાખથી 1 કરોડ સુધીની રકમ મેળવી હોવાની હકીકત પ્રાથમિક તપાસમાં સામે આવી છે.

બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ બનાવ્યાં
બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ બનાવ્યાં

પકડાયેલા મુદ્દામાલની વિગત : આ મામલે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી તેઓ દ્વારા બનાવવામાં આવેલા 284 ડ્રાઇવિંગ લાઇસન્સ, 97 મોટર ડ્રાઇવિંગ લાઇસન્સ બુક, 9 રબર સ્ટેમ્પ, 37 નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ, 9 સર્વિસ સર્ટિફિકેટ, 5 કન્ફર્મેશન લેટર, 3 લેપટોપ, ચાર મોબાઈલ ફોન, ડિજિટલ સિગ્નેચર પેન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

બે યુવકની ધરપકડ : જે માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એમ.એસ ત્રિવેદી તેમજ ટીમ દ્વારા આ મામલે આગળની તપાસ કરવામાં આવી હતી. 16 જૂન 2023 ના રોજ ચાંદખેડા એસ.એમ.એસ હોસ્પિટલથી તપોવન સર્કલ તરફ જતા રોડ પરથી આ ગુનામાં સંડોવાયેલા મૂળ મધ્યપ્રદેશના અને હાલ ગાંધીનગરમાં રહેતા અને આરટીઓ એજન્ટ તરીકે કામ કરતા સંતોષસિંઘ ચૌહાણ તેમજ મૂળ મહેસાણાના અને હાલ અમદાવાદના ચાંદખેડામાં રહેતા ધવલ રાવત નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે.

આ અંગે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના DCP ચૈતન્ય મંડલીકે જણાવ્યું હતું કે આ અંગે માહિતી મળતા જ બંને એજન્ટને પકડી પાડવામાં આવ્યા છે, તેઓ દ્વારા 2000 જેટલા ડ્રાઇવિંગ લાયસન્સ અત્યાર સુધીમાં બનાવવામાં આવ્યા હોવાની હકીકત તપાસમાં સામે આવી છે. આરોપીઓ દ્વારા બનાવવામાં આવતા લાયસન્સના ઉપયોગથી જમ્મુ કાશ્મીરમાં ડિફેન્સની જગ્યાઓમાં સરળતાથી કોઈપણ વ્યક્તિ હરી ફરી શકે તે માટે ઉપયોગ કરવામાં આવતો હોઈ શકે છે, જોકે આ ખૂબ જ ગંભીર બાબત છે અને તેને લઈને આ આરોપીઓ સાથે ગુનામાં સામેલ અન્ય 20 જેટલા લોકો હોય તેઓને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમ જમ્મુ કશ્મીર ખાતે મોકલવામાં આવી છે અને ગાંધીનગર સહિતની જગ્યાઓમાં આરોપીઓની મદદ કરનારને પણ પકડવા માટેની કામગીરી શરૂ કરાઈ છે. ચૈતન્ય મંડલીક (DCP, ક્રાઈમ બ્રાન્ચ)

ભારતીય નૌકાદળમાં કામ કરતો હતો : આ મામલે પકડાયેલા સંતોષસિંઘ ચૌહાણની તપાસ કરતા તે વર્ષ 1991 થી 2012 સુધી ભારતીય નૌકાદળની હોસ્પિટલ આઈ.એન.એચ.એસ અશ્વિનીમાં મેન્ટેનન્સનું કામકાજ કરતો હતો. વર્ષ 2015થી તે ગાંધીનગરમાં રહેવા આવ્યો હતો અને આર.ટી.ઓ ગાંધીનગરમાં એજન્ટ તરીકેનું કામ શરૂ કર્યું હતું. જે દરમિયાન ગાંધીનગર ખાતે ભારતીય સુરક્ષા દળોની અલગ અલગ બટાલીયનના જવાનોના ડ્રાઇવિંગ લાયસન્સ બનાવડાવાનું શરૂ કર્યું હતું.

સુરક્ષા દળોની બટાલીયનના સરનામાં : આ દરમિયાન તેના સંપર્કમાં જમ્મુ કાશ્મીરના અશફાક, નઝીર, વસીમ તથા બીજા કેટલાક ઈસમો આવ્યાં હતાં. જેઓ પોતે ભારત દેશના કોઈ સુરક્ષા દળના કર્મચારી ન હોવા છતાં સુરક્ષા દળના જવાન તેમજ સુરક્ષા દળોની બટાલીયનના સરનામાંવાળા ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી આપવાનું જણાવ્યું હતું. સંતોષસિંહ ચૌહાણ છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય સુરક્ષા દળોના લાઇસન્સ બનાવડાવતો હોઇ તેમાં કયા દસ્તાવેજોની જરૂર પડતી હોય તે સારી રીતે જાણી ગયો હોવાથી જમ્મુ કાશ્મીરના શખ્સોને ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી આપવાની હા પાડી હતી.

સુરક્ષા દળના સિક્કા બનાવ્યા : જમ્મુ કાશ્મીરના જે લોકોનું ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું હોય તે વ્યક્તિનું આધારકાર્ડ તથા એક ફોટો મેળવી, ત્યારબાદ સંતોષસિંઘ ચૌહાણ પોતાના લેપટોપમાં સુરક્ષા દળના જવાનને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા જરૂરી દસ્તાવેજ જેમાં ડોક્યુમેન્ટ પૈકી સર્વિસ સર્ટિફિકેટ, ડિફેન્સ મોટર ડ્રાઇવિંગ લાઇસન્સ બુક અને કન્ફર્મેશન લેટર બનાવતો હતો. સુરક્ષા દળોની બટાલીયનના સિક્કા બનાવવા માટે સંતોષસિંઘે ઓનલાઇન સિક્કા બનાવવાનું મશીન મંગાવ્યું હતું, જેના આધારે તેણે જે તે સુરક્ષા દળના સિક્કા બનાવ્યા હતાં.

જાતે સહી કરતો વચેટિયાને ફોડી લેતો : સંતોષસિંઘ ચૌહાણ સુરક્ષા દળના સિક્કા બનાવી દસ્તાવેજોમાં તે સિક્કા મારી સુરક્ષા દળોના અધિકારીની જાતે સહી કરી તમામ ડોક્યુમેન્ટ આર.ટી.ઓની ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટેની સાઈટ ઉપર અપલોડ કરતો હતો. અપલોડ કરેલા ડોક્યુમેન્ટ વેરિફિકેશન તથા લાઈવ ફોટો પડાવવા અરજદારને રૂબરૂ હાજર ન રહેવું પડે તે માટે આર.ટી.ઓ કચેરીમાં વચેટીયાઓને તે રૂપિયા ચૂકવી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી લેતો હતો.

અયાન ઉંમર જોડાયો : આ મામલે ઝડપાયેલા અન્ય આરોપી ધવલ રાવતએ બે વર્ષ સુધી સંતોષસિંઘ ચૌહાણ સાથે કામ કર્યું છે અને સંતોષસિંઘ ચૌહાણ ખોટા ડ્રાઇવિંગ લાઇસન્સ કઈ રીતે બનાવે છે, તે સારી રીતે જાણી ગયો હતો. આ કામમાં સંતોષસિઘને સારા રૂપિયા મળતા હોઇ ધવલ રાવતે અલગથી શરૂ કર્યું હતું. જમ્મુ કાશ્મીરના અયાન ઉંમર નામના વ્યક્તિ સાથે તેનો પરિચય થયો હતો અને અયાન ઉંમરને જે સુરક્ષા દળની બટાલીયનના સરનામા ઉપર ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર હોય તે બટાલીયનના સિક્કા આરોપી ધવલ રાવત મોકલી આપતો હતો. અયાન ઉંમર ધવલ રાવતને જેના નામનું ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાનું હોય તેનું આધાર કાર્ડ અને ફોટો મોકલી આપતો હતો.

બનાવટી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ : ત્યારબાદ ધવલ રાવત તેના લેપટોપમાં સર્વિસ સર્ટિફિકેટ, ડિફેન્સ મોટર ડ્રાઇવિંગ લાઇસન્સ બુક અને કન્ફર્મેશન લેટર તેમજ આર્મીનું કેન્ટીન કાર્ડ બનાવતો હતો અને તેમાં ડિજિટલ પેનથી સહી કરી તમામ દસ્તાવેજોની પ્રિન્ટ કાઢી તેમાં સુરક્ષા દળોના એકમોના સિક્કા મારી સહી કરી તમામ ડોક્યુમેન્ટ આર.ટી.ઓની ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટેની સાઈટ ઉપર અપલોડ કરતો હતો. અરજદારને આર.ટી.ઓ રૂબરૂ ન જવું પડે તે માટે વચેટીયાઓને રૂપિયા ચૂકવીને લાઇસન્સ મેળવી લેતો હતો. ત્યારબાદ પોતાના નામે અથવા ગાંધીનગરમાં આવેલ સુરક્ષા દળના સરનામે આવેલ લાયસન્સ ઐયાન ઉંમરને પહોંચાડી તેમાં જમ્મુ કાશ્મીરનું સરનામું બદલવા માટે આર.ટી.ઓનું બનાવટી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ બનાવી તે પણ અયાન ઉંમરને મોકલી આપતો હતો.

  1. Ahmedabad Crime News: અમદાવાદમાં બોગસ ડોક્યુમેન્ટ બનાવીને રહેતા કુલ 13 બાંગ્લાદેશી ઝડપાયા
  2. AIIMS Rajkot: નકલી ડોક્યુમેન્ટના સહારે યુવતી કરવા ગઈ હતી નોકરી, ભયંકર રીતે ભાંડો ફૂટ્યો
  3. Ahmedabad bogus certificate scam: બોગસ સર્ટીનો આંકડો 300ને પાર જવાની વકી.. અનેક રાજ્યોમાં તપાસ શરૂ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.