ETV Bharat / state

Ahmedabad Crime: સરખેજમાં પૈસાની લેવડદેવડમાં ફાયરિંગ, રિક્ષામાં લગાડી આગ - Three rounds fired in Sarkhej

અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં અંગત અદાવતમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. નાણાકીય લેવડદેવડ મામલે તકરાર થતાં કેટલાક શખ્સોએ રિક્ષામાં આગ લગાવવાનો પ્રયત્ન કરી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા.  ઘટના અંગે પોલીસને જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઇ તપાસ શરૂ કરી હતી.

નજીકમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં આરોપીઓ કેદ

author img

By

Published : Jan 26, 2023, 7:19 PM IST

અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં અંગત અદાવતમાં ફાયરિંગની ઘટના

અમદાવાદ: ફતેવાડી વિસ્તારમાં અંગત અદાવતમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. નાણાકીય લેવડદેવડ મામલે તકરાર થતાં ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા સરખેજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

નજીકમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં આરોપીઓ કેદ
નજીકમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં આરોપીઓ કેદ

અંગત અદાવત ફાયરિંગ: સરખેજ વિસ્તારમાં આવેલા તાજપીર ટેકરા પાસે ફાયરિંગની ઘટના બની હતી. બુધવારે વહેલી સવારે કેટલાક શખ્સોએ ઘટનાસ્થળ પર એક રિક્ષામાં આગ લગાવવાનો પ્રયત્ન કરી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે આ બનાવ કયા કારણોસર બન્યો તે અંગે પોલીસે હકીકત જાણતા અંગત અદાવત હોવાનું સામે આવ્યું હતું.

સરખેજમાં પૈસાની લેવડદેવડમાં ફાયરિંગ,
સરખેજમાં પૈસાની લેવડદેવડમાં ફાયરિંગ, સરખેજમાં પૈસાની લેવડદેવડમાં ફાયરિંગ,

સીસીટીવી ફૂટેજમાં આરોપીઓ કેદ: ફરિયાદીનો દીકરો સલમાન U.S.D નો વેપાર કરે છે અને રૂપિયાની લેતી દેતી અંગે ફતેવાડી વિસ્તારના મુદ્દસર નામના વ્યક્તિ સાથે તકરાર થઈ હતી. જેનો બદલો લેવાના ઇરાદે રિક્ષામાં આગ લગાડવાનો પ્રયાસ અને ફાયરિંગની ઘટનાને અંજામ અપાયો હોવાનું અનુમાન છે. નજીકમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં આરોપીઓ કેદ થયા હતા. ઘટના અંગે પોલીસને જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઇ તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો: Firing in USA: ગુજરાતીની ગોળીમારી હત્યા, સ્વામી ઘનશ્યામપ્રકાશ આપશે મુખાગ્ની

નાણાકીય લેવડદેવડ મામલે તકરાર: ફરિયાદીના પુત્ર સલમાન અને મુદ્દસર વચ્ચે નાણાકીય લેવડદેવડ મામલે તકરાર થઈ હતી. અને આ તકરાર સંદર્ભે અગાઉ ધમકી ભર્યા મેસેજ પર આરોપી મુદ્દદસર દ્વારા કરવામાં આવ્યા હતા. ફિલ્મી સ્ટાઇલથી મેસેજમાં ડાયલોગ બાજી કરી અને નાણા પરત આપવા માટે સલમાનને ધમકાવવામાં આવ્યો હોવાની હકીકત પણ સામે આવી છે. બાદમાં ફાયરિંગની ઘટના બની હતી. પ્રાથમિક તબક્કે ત્રણેક રાઉન્ડ ફાયરિંગ ફરિયાદીના ઘર પાસે કરવામાં આવ્યું. જેને પગલે પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Ahmedabad Crime News: અમદાવાદના રખિયાલમાં યુવક પર ફાયરિંગ, SOG ક્રાઇમે બેને પકડ્યાં

અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ: આ અંગે એમ ડિવિઝનના એસીપી એસ.ડી પટેલે જણાવ્યું હતું કે ફાયરિંગની ઘટના સંદર્ભે સીસીટીવી ફુટેજમાં આરોપીઓ કેદ થયા છે અને પૈસાની લેવડદેવડમાં આ ફાયરિંગ કરાયું હોવાનું ફરિયાદીના જણાવ્યા અનુસાર સામે આવ્યું છે. સાથે જ FSLની ટીમને પણ સાથે રાખી ઘટના બનવા પાછળનું કારણ શોધવા પ્રયત્ન હાથ ધર્યા હતા. પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.