અમદાવાદ: રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં અમદાવાદ શહેરમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. અમદાવાદ સાબરમતી નદી પર તૈયાર કરવામાં આવેલ દેશનો સૌથી પહેલો ફૂટવે બ્રીજ પરથી છલાંગ લગાવીને યુવકે આત્મહત્યા કરી હતી. પરંતુ સવાલ એ છે કે અટલ બ્રિજ પર સિક્યુરિટી અને બાઉન્સર હોવા છતાં બ્રિજ પર લગાવેલ ફ્રેમ પાસે કેવી રીતે પહોંચ્યો. નદીમાં છલાંગ લગાવી તે પહેલા તેને કેમ કોઈ બચાવી ન શક્યો જેને લઇને સિક્યુરિટી અને બાઉન્સર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
આ પણ વાંચો યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર, સુસાઈડ નોટમાં જણાવ્યું કારણ
ડોક્ટરના અભ્યાસ આવ્યો હતો: સાબરમતી નદી રિવરફ્રન્ટ પર થોડા સમય પહેલા જ અટલબ્રીજનો ઉદઘાટન કરવામાં આવ્યું હતું. અટલબ્રિજના ઉદ્ઘાટન બાદ અહીં મોટી સંખ્યામાં લોકો ફરવા માટે આવે છે. ત્યારે અટલબ્રીજ પરથી પાલનપુરના એક યુવાન ડોક્ટરના અભ્યાસ માટે અમદાવાદ આવ્યો હતો. પરંતુ પોતાના અગમ્ય કારણોસર અટલ બ્રિજ પરથી છલાંગ લગાવીને આત્મહત્યા કરતા જ ચારે બાજુ સનસનાટી મચી ગઈ હતી. અટલબ્રીજ પરથી નદીમાં કૂદીને યુવકને આપઘાતનો પહેલો કિસ્સો સામે આવ્યો છે.
આ પણ વાંચો એકજ પરિવારના પાંચ લોકોએ કર્યો સામુહિક આપધાત, આપધાતનું કારણ અકબંઘ
બ્રિજની ફ્રેમ પાસેથી મોબાઇલ ફોન મળ્યો: યુવક સાબરમતી નદી પર આવેલ અટલબ્રીજ પર ફરીથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી હતી. ત્યારે અટલબ્રીજની ફ્રેમ પાસે યુવકનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા તેનું મોબાઈલ ચેક કરતા આ યુવાન પાલનપુરનો અને ડોક્ટરનો અભ્યાસ માટે અમદાવાદ આવેલો હતો તેવું માલુમ પડ્યું હતું. પોલીસે આ બનાવ અંગે પરિવારને જાન કરી હતી. અને આપઘાત પાછળનું શું કારણ હતું તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
બાઉન્સર હોવા છતાં આત્મહત્યા: સાબરમતી નદી પર અટલબ્રીજ તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારે આ બ્રીજ પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત સિક્યુરિટી અને બાઉન્સર રાખવામાં આવ્યા હતા. તેમ છતાં આ યુવકેબ્રીજ પર લગાવેલ ફ્રેમ પાસે કેવી રીતે પહોંચ્યો અને ત્યાંથી નદીમાં છલાંગ લગાવી તે પહેલા તેને કેમ કોઈ બચાવી શક્યું નહીં. જેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.