ETV Bharat / state

Ahmedabad Crime : ગુજરાત પોલીસ બિહારથી પકડી લાવી કોલેજીયન, પીએમ મોદી સહિત વીઆઈપી આધાર નંબરોમાં ચેડાનો કેસ - પીએમ મોદીના આધાર નંબર સાથે ચેડાં

પીએમ મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથના આધાર કાર્ડ સાથે ચેડાં કરવાના કેસમાં ગુજરાત પોલીસની મોટી કાર્યવાહીના ખબર મળી રહ્યાં છે. સાયબર ક્રાઇમ બ્રાંચે વોટર હેલ્પલાઇન એપ્લિકેશનથી ચેડાં કરનારા અર્પણ દુબેની ધરપકડ કરી છે.

Ahmedabad Crime : ગુજરાત પોલીસ બિહારથી પકડી લાવી કોલેજીયન, પીએમ મોદી સહિત વીઆઈપી આધાર નંબરોમાં ચેડાનો કેસ

author img

By

Published : Jul 28, 2023, 9:03 PM IST

ગાંધીનગર : ગુજરાત પોલીસની એક ટીમે બુધવારે બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાંથી પીએમ નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથના આધાર કાર્ડ સાથે ચેડા કરવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે.

પીએમ મોદી સીએમ યોગીના આધાર સાથે ચેડાં : સમાચાર સંસ્થા પીટીઆઈના અહેવાલ મુજબ બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના એક વ્યક્તિની વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના આધાર કાર્ડ સાથે કથિત રીતે ચેડા કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ અર્પન દુબે ઉર્ફે મદન કુમાર તરીકે થઈ છે. આ યુવકને બુધવારે મુઝફ્ફરપુરના સદતપુર વિસ્તારમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. મુઝફ્ફરપુરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક રાકેશ કુમારના જણાવ્યા અનુસાર ગુજરાત પોલીસની એક ટીમ અહીં આવી પહોંચી હતી અને દુબેની ધરપકડ કરી હતી.

આરોપી હજુ અભ્યાસ કરે છે :આરોપી મુઝફ્ફરપુર જિલ્લાના ગરીબ ગાંવ ગામનો વતની છે. તે કાંતિ પોલીસ સ્ટેશન વિસ્તારના સદાતપુર વિસ્તારની કોલેજમાંથી હજુ તો સ્નાતકનો અભ્યાસ કરી રહ્યો છે. વેબસાઈટ પર આધાર કાર્ડ સાથે ચેડા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની માહિતી અને આરોપીઓનું આઇપી એડ્રેસં શોધી કાઢવામાં આવ્યું હોવાની માહિતીને પગલે આવેલી ગુજરાત પોલીસ ટીમને મુઝફ્ફરપુર પોલીસ દ્વારા મદદ કરવામાં આવી હતી.

ગુજરાત પોલીસ આરોપીને લઇ ગઇ : આરોપીએ અન્ય બાબતોની સાથે બંને નેતાઓની જન્મતારીખમાં પણ ફેરફાર કર્યો હોવાનું અને છેડછાડ કરાયેલા આધાર કાર્ડનો દુરુપયોગ કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગુજરાતની પોલીસ ટીમ વધુ તપાસ અને કાર્યવાહી માટે દુબેને સાથે લઈ ગઈ હોવાનું મુઝફ્ફરપુર પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

વોટર હેલ્પલાઇન એપ્લિકેશનથી કર્યાં ચેડાં : વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીના ઇલેક્શન કાર્ડમાં નામ-એડ્રેસ છેડછાડ કરનાર યુવકની સાયબર ક્રાઇમ બ્રાંચે બિહારના મુઝફરપુરના સાદાતથાના વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. આરોપી યુવક અર્પન દુબે ઉર્ફે અર્પન દ્વિવેદીએ વોટર હેલ્પલાઇન એપ્લિકેશન (VHA) માધ્યમથી ઇલેક્શન કાર્ડમાં નામ એડ્રેસ બદલ્યાં હતાં.તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇલેક્શન કાર્ડમાં રાણીપનું એડ્રેસ અને નામ કાઢીને ડોટ ડોટ લખી નાખ્યું હતું જ્યારે યુપીના સીએમ યોગી આદિત્યનાથનું નામ ઇલેક્શન કાર્ડમાંથી કાઢી એબીસી આલ્ફાબેટવાળું નામવાળું એડિટ કર્યું હતું. યુવકે ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીનું ઇલેક્શન કાર્ડમાં નામ કાઢી 123 નંબર આપી બદલી નાખ્યું હતું.

50થી વધુ ઇલેક્શન કાર્ડમાં છેડછાડ : અર્પન દુબેએ સરકારી ઇલેક્શન એપ્લિકેશનથી નેતા અને ઉધોગપતિના ઇલેક્શન કાર્ડમાં છેડછાડ કરી હતી. તે ઇલેક્શન કમિશન દ્વારા બનાવેલ એપ્લિકેશનમાં સિક્યુરિટી મોટી ચૂક હોવાથી આ ચેડાં કર્યાં હતાં.આરોપી અર્પન દુબે કોમ્પ્યુટર ડિપ્લોમાનો અભ્યાસ કરે છે. પોલીસના જણાવાયા અનુસાર આરોપીએ 10 દિવસમાં 50થી વધુ ઇલેક્શન કાર્ડમાં છેડછાડ કરી છે.

એસડીએમ દ્વારા સાયબર ક્રાઇમમાં ફરિયાદ : અર્પન દ્વારા થઇ રહેલા ચેડા ઇલેક્શન કમિશનના ધ્યાન પર આવતા એસડીએમ દ્વારા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સાયબર ક્રાઇમ બ્રાંચે ટેક્નિકલ સર્વલેન્સ આધારે બિહારથી યુવકની ધરપકડ કરી લીધી હતી. પૂછપરછ દરમિયાન આરોપી અર્પન દુબેએ પૂછપરછમાં મજાક મસ્તી કરવા આ નાટક કર્યું હોવાનું કબુલ્યું હતું. જોકે સાયબર ક્રાઇમે આરોપી અર્પન દુબેની ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

આધારકાર્ડનું મહત્ત્વ :આધાર એ ભારત સરકાર દ્વારા જારી કરાયેલ 12-અંકનો એકમેવ ઓળખ નંબર છે. તે ભારતના નાગરિકો માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આધાર ભારતના રહેવાસીઓ માટે ઓળખના પુરાવા અને સરનામાના પુરાવા તરીકે કામ કરે છે. કોઈપણ વ્યક્તિ વય અને લિંગને ધ્યાનમાં લીધા વિના જે ભારતમાં નિવાસી છે અને UIDAI દ્વારા નિર્ધારિત ચકાસણી પ્રક્રિયાની માન્યતા મેળવે છે તે આધાર માટે નોંધણી કરાવી શકે છે. ફક્ત એક જ વાર નોંધણી કરવાની હોય છે પરંતુ બહુવિધ નોંધણીના કિસ્સામાં એક નોંધણી આઈડીની સામે આધાર જનરેટ થાય છે જ્યારે અન્યને ડુપ્લિકેટ તરીકે નકારવામાં આવે છે. ત્યારે આવા મહત્ત્વના દસ્તાવેજમાં ચેડા કરવા મોટો ગુનો બની રહે છે.

  1. Aadhaar-Pan News: મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તક, પાન કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ પણ નજીક છે
  2. Rajsthan News: જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાકિસ્તાની યુવતી ઝડપાઈ, ત્રણ વર્ષ પહેલા આવી હતી ભારત
  3. Bihar Crime News : બિહારમાં વિદ્યાર્થીનીની દુષ્કર્મ બાદ કરાઇ હત્યા, મૃતદેહનો આવી રીતે કરાયો નિકાલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.