અમદાવાદ : અમદાવાદ શહેરના મેઘાણીનગર અને શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જુદા જુદા મોબાઈલ સ્નેચીંગ અને વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે રીઢા આરોપી કમલેશ પટણીને ઝડપી લીધો હતો.
બે ચોરને પકડ્યાં : અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર, તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે મદદનીશ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર જે.એચ.સિંધવની ટીમ દ્વારા સતત વધતા મોબાઈલ સ્નેચીંગ તથા વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા કાર્યરત હતાં તે દરમિયાન બે ચોરને ઝડપી લેવામાં સફળતા મળી હતી.
પેટ્રોલીંગ ટીમને બાતમી મળી : પો.સ.ઈ. બી.યુ.મુરીમા, સ્ટાફના માણસો સાથે અમદાવાદ શહેર વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા પેટ્રોલીંગ કરી રહ્યાં હતાં તે દરમ્યાન એ.એસ.આઈ. જયેશકુમાર ધર્મરાજ તથા પો.કો. અલ્પેશ વાઘુભાઈને બાતમી મળી હતી. જેના આધારે સરસપુર ચામુંડા સ્મશાન ગૃહ આગળથી કમલેશ ઉર્ફે કમરુ વિજયભાઈ નટવરભાઈ પટણી (વરામણ માનવાલા) રહેવાસી રાઘા રમણ કોલોની, અનિલ સ્ટાર્ચ મીલ પાસે, બાપુનગર, અમદાવાદ શહેર મૂળ ગામ વોમીયા તા.જી. પાટણ અને તેની સાથે અન્ય આરોપી વિજ્ય ઉર્ફે કાન્ચો પ્રવિણભાઈ પટણી રહેવાસી, વીરાભગતની ચાલી, રાધારમણ કો.ઓ. સોસાયટી, અનિલ સ્ટાર્ચ મીલ પાસે બાપુનગર, અમદાવાદ શહેરને ઝડપી લીધાં હતાં.
ચોરીના બાઇક અને બે મોબાઇલ સાથે રંગેહાથ ઝડપાયા : બંને આરોપીઓ પાસેથી નંબરપ્લેટ વગરની હીરો હોન્ડા કંપનીની પેશન પ્લસ બે મોબાઇલ મળી કુલ કિ.રૂ.20000 નીકિંમતનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ 41()1 ડી મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
સ્ટેયરીંગ લોક ખુલ્લુ મળતાં બાઇક ચોર્યું : પકડાયેલ આરોપીની પૂછપરછ દરમ્યાન બહાર આવ્યું હતું કે આરોપી કમલેશ ઉર્ફે કમરૂએ ત્રણેક માસ પહેલા બપોરના આશરે એકાદ વાગે બપુનગર ડી માર્ટ પાછળ આવેલા સ્વામીનારાયણ એસ્ટેટની ગેટની બાજુમાં હીરોહોન્ડા પેશન પ્લસ GJ-01-LA-8256 હતું. તેેનું સ્ટેયરીંગ લોક ખુલ્લુ હતું. જેથી મોટર સાયકલનો સોકેટ ખોલી ચાલુ કરી ચોરી કરી લીધી હતી. આ ચોરી કરેલ મોટર સાયકલ પોતાના અંગત વપરાશમાં ઉપયોગ કરતો હતો.
મોબાઇલની ચોરી કરી : ત્યારબાદ આરોપી કમલેશ ઉર્ફે કમરૂ તથા આરોપી વિજ્ય ઉર્ફે કાન્ચો આજથી આશરે બે માસ પહેલાં ચોરી કરેલ પેશન પ્લસ મોટર સાયકલ ઉપર ફરવા નીકળ્યાં હતાં. ત્યારે આરોપી કમલેશ ઉર્ફે કમરૂ મોટર સાયકલ ચલાવતો હતો અને પાછળ વિજ્ય ઉર્ફે કાન્ચો બેઠેલો હતો. ત્યારે સાંજના આશરે આઠેક વાગે મેઘાણીનગર રામેશ્વર ચાર રસ્તા ખાતે એક વ્યક્તિ મોબાઈલ ફોન પર વાત કરતો કરતો જતો હતો ત્યારે કમલેશ ઉર્ફે કમરૂએ મોટર સાયકલ તે વ્યક્તિની પાસે લાવતાં વિજ્ય ઉર્ફે કાન્ચાએ રાહદારીનો ફોન હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લઇ ચોરી કરી હતી.
શહેરકોટડા અને મેઘાણીનગર પો.સ્ટે. ગુના : આ મોબાઈલ ફોનનું સીમકાર્ડ ફેંકી દીધેલ અને ફોન પોતાની પાસે રાખેલ હોવાની કબૂલાત આધારે તપાસ કરતા (૧) મેઘાણીનગર પોલીસ સ્ટેશન ખાતે ઈ.પી.કો.કલમ- 379(એ)(3), 114 મુજબ તથા શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઇને આરોપી તથા મુદ્દામાલ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી માટે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.
કમલેશ સામે 8 ગુના નોંધાયેલા છે : આરોપી કમલેશ ઉર્ફે કમરુ વિજયભાઈ નટવરભાઈ પટણીનો ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો હતો. આ રીઢા ચોરો સામે આ બે પોલીસ સ્ટેશન ઉપરાંત શાહીબાગ પોલીસ સ્ટેશન, બાપુનગર પોલીસ સ્ટેશનના અલગ અલગ કચેરીમાં કુલ 9 ગુના નોંધાયેલા હતાં. તેમાં કમલેશ સામે 8 અને વિજય સામે એક ગુનો નોંધાયેલો છે.