ETV Bharat / state

Ahmedabad Crime: અનોખો જ્યોતિષ, બ્રેકઅપમાં પેચઅપ કરાવી દે ફી ના બદલે સોનું લે

બ્રેકઅપ થયેલા યુવક યુવતીઓ પાસેથી જ્યોતિષના નામે પૈસા ખંખેરનારા ભેજાબાજની પોલીસ ધરપકડ કરી છે. આ કેસમાં અમદાવાદ પોલીસ નકલી જ્યોતિષની પૂછપરછ કરી રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આ શખ્સની ધરપકડ કરતા છેત્તરપીંડિ કર્યાનો કેસ ઉકેલાયો છે. જોકે, પોલીસ તપાસ બાદ વધુ કોઈ ખુલાસાઓ થઈ શકે છે.

Ahmedabad Crime: અનોખો જ્યોતિષ, બ્રેકઅપમાં પેચઅપ કરાવી દે ફી ના બદલે સોનું લે
Ahmedabad Crime: અનોખો જ્યોતિષ, બ્રેકઅપમાં પેચઅપ કરાવી દે ફી ના બદલે સોનું લે
author img

By

Published : Apr 2, 2023, 11:09 AM IST

Ahmedabad Crime: અનોખો જ્યોતિષ, બ્રેકઅપમાં પેચઅપ કરાવી દે ફી ના બદલે સોનું લે

અમદાવાદઃ સોશિયલ મીડિયા કોણ મોટા એલાન માટે હથિયાર સમાન સાબિત થાય છે. પણ ક્રાઈમ દુનિયામાં પણ સોશિયલ મીડિયાનો ખોટો ઉપયોગ મોટા ગોરખધંધા પકડાવે છે. સોશિયલ મીડિયા પર જ્યોતિષ તરીકેની ઓળખ આપીને પ્રેમમાં નિષ્ફળ ગયેલા યુવક-યુવતીઓ સાથે છેતરપિંડી કરનારની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. બદનામીના ડરથી લોકો ફરિયાદ ન કરે તેનો ફાયદો ઉઠાવીને આરોપી ક્રાઈમ બ્રાન્ચથી ગમે તેમ કરીને બચી રહ્યો હતો.

આ પણ વાંચોઃ Valsad Crime : યુવતીને દુષ્કર્મથી બચાવવા ગયાં તો હત્યા થઇ ગઇ

ફરિયાદ થઈ હતીઃ પોલીસે આ મામલે બે લાખનું સોનું પણ કબજે કર્યું છે. રાજસ્થાનમાંથી રાજેન્દ્ર ઉર્ફે રાજુ ભાર્ગવની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી મૂળ મહેસાણાના મોઢેરાનો છે. બે દિવસ પહેલા શહેરના સાબરમતી પોલીસ સ્ટેશનમાં 21 વર્ષીય યુવતીએ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી રાજેન્દ્ર ભાર્ગવે પોતાને જ્યોતિષ તરીકે ઓળખાવી સોનાના દાગીના પર વિધિ કરવાના બહાને 2 લાખની કિંમતનું 40 ગ્રામ સોનું મેળવીને છેતરપિંડી કરી હતી. ફરિયાદ નોંધ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે.

આકરી ઢબે પૂછપરછઃ પોલીસે જ્યોતિષી રાજેન્દ્ર ભાર્ગવની ધરપકડ કરી પૂછપરછ કરતાં હકીકત બહાર આવી હતી કે, રાજેન્દ્ર પ્રેમમાં નિષ્ફળ ગયેલા કે નિષ્ફળ ગયેલા યુવક-યુવતીઓને ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કરતો હતો. પ્રેમી સાથે પુન: મળવાની વિધિ કરવાના બહાને છેતરપિંડી કરતો હતો. રાજેન્દ્ર વિધિ કરવા માટે યુવક-યુવતીઓ દ્વારા પહેરવામાં આવતા સોનાના દાગીનાની માંગણી કરતો હતો. સોનાના દાગીના પર વિધિ કરવાથી પ્રેમમાં સફળતા મળશે. તેવી ખાતરી આપીને તે સોનું લઈને ફરાર થઈ જતો હતો.

આ પણ વાંચોઃ Banned Currencies: કેરળના એક જિલ્લામાંથી મળી બંધ થયેલ 1000ની નોટની 1 કરોડ કેશ

હકીકત સામે આવીઃ ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં એવી હકીકત બહાર આવી હતી કે રાજેન્દ્રએ સંખ્યાબંધ લોકો સાથે છેતરપિંડી કરી હતી. પરંતુ સમાજમાં બદનામીના ડરથી કોઇ યુવક કે યુવતી ફરિયાદ કરવા તૈયાર નથી. આથી પોલીસે પીડિતોને અપીલ કરી છે કે આવા ઢોંગી અને નકલી જ્યોતિષીઓ સામે ફરિયાદ નોંધવામાં આવે. જેથી કરીને અન્ય કોઈ તેનો શિકાર ન બને.

શું કહે છે પોલીસઃ આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈએડી પરમારે જણાવ્યું હતું કે, યુવતી ઈન્સ્ટાગ્રામના માધ્યમથી આરોપીના સંપર્કમાં આવી હતી. આરોપીએ સગીરને પ્રેમી સાથે પેચઅપની વિધિના નામે 21 ગ્રામ સોનું પડાવી લેવા જણાવ્યું હતું. યુવતી પાસેથી સોનું લીધું અને વિધિ કરી ન હતી. સોનુ પરત કર્યા વગર નાસી છૂટ્યા હતા. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.