ETV Bharat / state

Ahmedabad Crime : દેશભરમાં 500થી વધુ કારની ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ - વૈભવી કારની ચોરી

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે 500થી વધુ પ્રીમિયમ કાર ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના બે સાગરિતોની ધરપકડ કરી છે. આ ચોરટોળકીની ટેકનોલોજીના દુરુપયોગની રીતભાત જાણીને પોલીસ પણ ચોંકી ગઇ હતી.

Ahmedabad Crime : વૈભવી કારને ડિકોડ કરી ચોરી કરતી ગેંગ ઝડપાઈ, 500થી વધુ કાર ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 16, 2023, 2:48 PM IST

Updated : Sep 16, 2023, 3:01 PM IST

આંતરરાજ્ય ગેંગના બે સાગરિતોની ધરપકડ

અમદાવાદ: ટેકનોલોજીની મદદથી દેશભરમાં 500થી વધારે પ્રીમિયમ કાર ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના બે સાગરિતોની ધરપકડ કરાઇ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 10 લક્ઝુરીયસ ગાડીઓ સાથે આરોપીની ધરપકડ કરી દેશવ્યાપી વાહનચોરી અને આરટીઓ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા આરોપીઓ અન્ય રાજ્યોમાંથી ચોરી કરેલા વાહનો ગુજરાતમાં વેચાણ કરવા માટે લાવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

  • દેશભરમાં ૫૦૦ થી વધુ મોંઘી ગાડીઓની ચોરી કરનાર આંતર રાજ્ય ગેંગના બે સાગરિતોને ૧૦ લક્ઝુરિયસ ગાડીઓ સાથે પકડીને દેશવ્યાપી વાહનચોરી અને આર.ટી.ઓ. કૌભાંડનો પર્દાફાશ કરવા બદલ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને ખૂબ ખૂબ અભિનંદન. pic.twitter.com/WxsWZH9L8I

    — Gujarat Police (@GujaratPolice) September 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બે આરોપીની ધરપકડ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથે મોટી સફળતા લાગી છે. ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ વી. બી. આલ અને તેઓની ટીમના પીએસઆઇ એમ.એન. જાડેજા તેમજ પી.બી. ચૌધરી અને એએસઆઈ વી.ડી. ડોડીયા તપાસમાં હતાં. તે દરમિયાન બાતમી મળી હતી કે નાના ચિલોડા એસપી રીંગ રોડ પાસે ચોરીના વાહનો સાથે અમુક શખ્સો પસાર થઈ રહ્યા છે. જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે અશરફ સુલતાન ગદ્દી તેમજ ઈરફાન ઉર્ફે પીન્ટુ પઠાણ નામના ઉત્તર પ્રદેશ અને ઝારખંડના 2 શખ્સોની ધરપકડ કરી હતી. બંને આરોપીઓ પાસેથી ક્રાઈમ બ્રાન્ચે 10 વૈભવી કાર કબજે કરી હતી.

પકડાયેલા બે આરોપીઓ ગેંગના મુખ્ય આરોપીઓ છે અને તેઓની સાથે 20 થી 25 જેટલા અન્ય આરોપીઓ આ ગુનામાં સામેલ હોય તેઓને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડમાં અત્યાર સુધીમાં 500થી વધુ વાહનો આ રીતે ડીકોડ કરીને વેચી દેવામાં આવ્યા હોય હાલ તો ક્રાઈમ બ્રાન્ચે પકડાયેલા બંને આરોપીઓની વધુ તપાસ શરૂ કરી દેશવ્યાપી કૌભાંડને લઈને કાર્યવાહી હાથ ધરી છે...ચૈતન્ય મંડલીક ( ડીસીપી, અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ )

આરોપીઓ કોણ છે : પકડાયેલા આરોપીઓમાં ઇરફાન ઉર્ફે પીન્ટુ ઝારખંડના રાજ્યમાં રહેતો હોય અને દિલ્હી પોલીસની એન્ટી ઓટો થેફ્ટ સ્કવોર્ડ છેલ્લા દોઢેક વર્ષથી તેને શોધી રહી હોય તેમજ અશરફ સુલતાન ગાજી દિલ્હીમાં ફોરવહીલ ગાડીની ચોરીના 10થી વધુ ગુનામાં પકડાયો હોવાનું ખુલ્યું છે. પકડાયેલા આરોપીઓ પૈકી ઈરફાન ઉર્ફે પીન્ટુ અન્ય રાજ્યોમાં ગાડીઓની ડીલ કરવા માટે વિમાનમાં મુસાફરી કરતો હતો. તેમજ અશરફ કાજી ડ્રાઇવિંગ કરી ફોરવીલ ગાડીઓ આપવા માટે આવતો હતો અને મુસાફરી તેમજ હોટલ રોકાણનો ખર્ચ પણ ગ્રાહકો પાસેથી વસૂલ કરતો હતો.

કારની સુરક્ષાને ડીકોડ કરીને 500 ગાડી ઉઠાવી : આ ગુનામાં પકડાયેલા આરોપીઓ ઉત્તરપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળના બીજા સાગરીતો સાથે ભેગા મળીને ગેંગ બનાવી હતી. દેશની કોઈપણ કારની સુરક્ષાને ડીકોડ કરીને 500થી વધુ પ્રીમિયમ કારની ચોરી કરી હતી. કોઈપણ કાર હોય તેને ફીચર ગમે તેટલી સુરક્ષા આપતા હોય પરંતુ તેને ગણતરીની મિનિટમાં ડીકોડ કરીને આરોપીઓ કાર ચોરી કરતા હતાં. બાદમાં જે રાજ્યમાંથી ગાડી ચોરી કરી હોય તે રાજ્ય સિવાયના અન્ય રાજ્યોમાં ગ્રાહકો શોધીને હરાજીની ગાડીઓ કહીને વેચાણ કરતા હતાં. ગ્રાહકોનો વિશ્વાસ કેળવવા આસામ તેમજ અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ તેમજ અન્ય સેવન સિસ્ટર જેવા રાજ્યોમાં આરટીઓ સાથેની ગોઠવણ કરી એનઓસી લેટર પણ મેળવી પાસિંગ પણ કરાવતાં હતાં.

લક્ઝુરીયસ ગાડીઓ ઉઠાવતાં અને વેચતાં : પકડાયેલા આરોપીઓની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો આરોપીઓની ગેંગના માણસો પાર્કિંગમાં રહેલી ફોર્ચ્યુનર, ઇનોવા, સ્કોર્પિયો, ક્રેટા, બ્રેઝા, અલકઝાર જેવી લક્ઝુરીયસ ગાડીઓમાં લેપટોપ દ્વારા ડીકોડ બદલી નવો કોડ નાખીને ચોરીઓ કરતા હતા. જે ચોરીની લક્ઝુરીયસ ફોરવહીલ ગાડીના ફોટા વ્હોટ્સએપથી અન્ય રાજ્યના ગ્રાહકોને મોકલતા હતાં અને ભારતમાં અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ તેમજ સેવન સિસ્ટર રાજ્યોમાંથી આરટીઓના એનઓસી લેટર તેમજ પાસીંગ કરાવી આપવાનું જણાવી ફોરવીલ ગાડીઓ હરાજીમાં મેળવી હોવાનું જણાવી વેચાણ કરતા હતાં.

મોડસ ઓપરેન્ડી : આ ગેંગના માણસો ચોરી કરેલી ગાડીઓના એન્જિન ચેચીસ નંબરો બદલી અન્ય ગાડીઓના નંબરો નાખી અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ તેમજ અન્ય રાજ્યોમાંથી એનઓસી લેટર બનાવી આરટીઓ પાર્સિંગ કરાવતા હતાં. ગ્રાહક ગાડી પસંદ કરે પછી ગાડી બુકિંગ માટે એડવાન્સમાં ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતાં. જે રાજ્યોમાંથી ફોરવીલ ગાડી ચોરી થઈ હોય તે રાજ્ય સિવાયના તેમજ પોતે બંને જે રાજ્યમાં રહે છે, તે સિવાયના રાજ્યોમાં ચોરીને ગાડી વેચાણ કરતા હતા. ગાડી ખરીદનાર જે રાજ્યમાં રહેતો હોય તે રાજ્ય બહારના બીજા રાજ્યમાં બોલાવી વેચાણ કરતા હતાં. અન્ય રાજ્યમાં ફોરવીલ ગાડી વેચાણ કરવા જાય ત્યારે પીન્ટુ પ્લેન મારફતે મુસાફરી કરતો હતો. પોતાના ટ્રાવેલિંગ ચાર્જ અને રહેવા જમવાનો ખર્ચ ગાડી ખરીદનાર પાસેથી વસૂલતાં. દરેક ફોરવીલ ગાડીમાં પોતાના ઉંચા કમિશન મેળવતા હતાં અને કેટલાક ગ્રાહકોને બુકિંગ માટે એડવાન્સ રૂપિયા મેળવી તેમને ગાડી વેચાણ ન કરી તેમજ પૈસા પણ પરત આપતાં ન હતાં. ફોરવીલ ગાડી ખરીદનારને થોડાક દિવસ પછી એનઓસી લેટર આવશે, ત્યારે આરટીઓમાંથી નવો પાસિંગ થશે અને નવા કાગડો મળશે, તેવી બાંહેધરી આપી વિશ્વાસ કેળવી ચોરીની ફોરવીલ ગાડીઓ વેચાણ કરતા હતાં.

દિલ્હી એનસીઆરમાંથી અનેક ચોરીના ભેદ ઉકેલાયાં : આ મામલે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ ઇન્ડિયન ઝોનના લીંકરોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાયો છે. તેમજ દિલ્હીમાં બીજાપુર દ્વારકા પોલીસ સ્ટેશન, પંજાબી બાગ પોલીસ સ્ટેશન, મધુવિહાર ઇસ્ટ પોલીસ સ્ટેશન, પ્રસાદ નગર પોલીસ સ્ટેશન, મોડલ ટાઉન નોર્થ વેસ્ટ પોલીસ સ્ટેશન, મુખર્જી નગર નોર્થ વેસ્ટ પોલીસ સ્ટેશન, નારાયણ વેસ્ટ પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.

  1. Surat Crime News : OLX પર ફોર વ્હીલર બાયર અને સેલરને ચુનો ચોપડનાર મહાઠગ ઝડપાયો, 3 કરોડથી વધુની કરી છે છેતરપીંડી
  2. Dahod Crime: દાહોદ એલસીબીએ રાજય આંતરરાજ્યમાં 13 જેટલી ઘરફોડ ચોરી કરનારા 2 આરોપીને દબોચી લીધા
  3. Banaskantha Crime : આંતરરાજ્ય વાહન ચોરી કરતા બે શખ્સો ઝડપાયા, ડીસા પોલીસે ચોરનો ડેમો પણ લીધો

Last Updated : Sep 16, 2023, 3:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.