અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022 ) પહેલાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી સામે આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બહેરામપુરા આંબેડકર બ્રિજના છેડેથી ગેરકાયદે પિસ્ટલ તથા દેશી તમંચા અને જીવતા કારતૂસ ( Illegal arms trafficking ) સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે હિસ્ટ્રીશીટર શોએબ હિંગોરા ( Historysheeter Shoaib Hingora ) તેમજ ફિરોજ ઉર્ફે હાજી શેઠા નામના રાજકોટના બંને આરોપીઓની ધરપકડ ( Ahmedabad Crime Branch Arrest ) કરાઈ છે. ગેરકાયદે હથિયારોની હેરાફેરી કરતાં આરોપીઓ પાસેથી એક પિસ્તોલ એક દેશી તમંચો તેમજ 39 જેટલા કારતૂસ અને બ્રેઝા કાર મળીને 8,58,000 થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
મધ્યપ્રદેશના ભીંડથી લાવ્યાં હથિયારો પકડાયેલા આરોપીઓ 10-12 દિવસ પહેલા મધ્યપ્રદેશના ભીંડ ખાતેથી 94 હજાર રૂપિયામાં આ હથિયાર લાવ્યા હોવાનું ખુલ્યું છે. આરોપીઓએ આ હથિયારનો અમદાવાદ શહેર સહિત ગુજરાતમાં કોઈ ગુનામાં ઉપયોગ કર્યો છે કે કેમ તેમ જ આ પ્રકારના બીજા કોઈ ગેરકાયદે હથિયાર લાવ્યા અને કોઈને આપ્યા છે કે કેમ એ તમામ બાબતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ( Ahmedabad Crime Branch Arrest )તપાસ શરૂ કરી છે.
હિસ્ટ્રીશીટર શોએબ હિંગોરા પકડાયેલો આરોપી શોએબ હિંગોરા ( Historysheeter Shoaib Hingora ) અગાઉ રાજકોટ ગ્રામ્યના ઉપલેટા પોલીસ સ્ટેશનમાં મારામારીના ત્રણ ગુનામાં તેમજ જુગારના ત્રણ ગુનામાં ઝડપાયો હતો, જ્યારે ફિરોજ ઉર્ફે હાજી શેઠા અગાઉ રાજકોટ ગ્રામ્યના જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં મારામારીના બે ગુનામાં ઝડપાયો ( Ahmedabad Crime Branch Arrest ) હતો. આ અંગે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ etv ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આરોપીઓ રાજકોટથી હથિયાર સાથે અમદાવાદ કેમ આવ્યા હતાં તે દિશામાં ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ શરૂ કરી છે.