ETV Bharat / state

Ahmedabad Crime: આખરે 13 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પત્નીએ મોટો ધડાકો કર્યો

અમદાવાદ જિલ્લાના કોઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2010 માં થયેલી એક હત્યાનો ભેદ 13 વર્ષ બાદ ઉકેલાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પોલીસે આ કેસમાં કુલ ચાર શખ્સોને પકડી પાડ્યા છે. હત્યા કરવા પાછળનું કારણ જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. જેમાં મધ્યસ્થી કરનારાનું મર્ડર કરી દેવામાં આવ્યું હતું. પણ સમગ્ર પ્લાન જાણીને પોલીસ પણ આશ્ચર્ય પામી ગઈ હતી. 13 વર્ષ પહેલાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, લગ્ન કરાવી આપનાર પર ખોટી શંકા કરી કરવામાં આવી હતી હત્યા...

Ahmedabad Crime: આખરે 13 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પત્નીએ મોટો ધડાકો કર્યો
Ahmedabad Crime: આખરે 13 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પત્નીએ મોટો ધડાકો કર્યો
author img

By

Published : Apr 2, 2023, 9:55 AM IST

Updated : Apr 2, 2023, 10:38 AM IST

Ahmedabad Crime: આખરે 13 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પત્નીએ મોટો ધડાકો કર્યો

અમદાવાદઃ અમદાવાદ જિલ્લાના કોથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2010માં બનેલી હત્યાનો 13 વર્ષ પછી ક્રાઈમબ્રાંચે ઉકેલી નાંખ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હત્યાના ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ હત્યા પાછળનું કારણ જાણીને પોલીસ સ્ટાફને પણ આશ્ચર્ય થયું હતું. 13 વર્ષ પહેલા તારીખ 05/07/2010 ના રોજ વટામણથી ધોલેરા રોડ પર બોટી બોરૂ ગામની સીમમાં રસ્તાની બાજુની ઝાડીઓમાંથી એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી.

આ પણ વાંચોઃ Ahmedabad News: નરોડા રોડ પર ધોળે દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ,

મૃતદેહ મળ્યો હતોઃ આ મૃતદેહના શરીર પર તિક્ષ્ણ હથિયારના વાર કરવામાં આવ્યા હોય એવું જોવા મળ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં વ્યક્તિની હત્યા હોવાની આશંકા હતી. વડોદરાના રહેવાસી સુખદેવસિંહ ઉર્ફે સુખો અને અમદાવાદના રહેવાસી મોહમ્મદ દૌમર ઉર્ફે ડોક્ટર, ફિરોઝ શેખ અને અબ્દુલ ગફારનો આરોપી તરીકે સમાવેશ થાય છે. હત્યારાઓની ધરપકડ બાદ ક્રાઈમ બ્રાન્ચે ખુલાસો કર્યો છે કે, સુખદેવ સિંહના લગ્ન 2007માં ઉત્તર પ્રદેશમાં રહેતી સુનીતા સાથે થયા હતા.

મધ્યસ્થીનું મોતઃ સુનિતાના ગામના બ્રિજેશ ટેલર નામના વ્યક્તિએ સુખદેવ સિંહ અને સુનિતાના લગ્ન કરાવ્યા. આ લગ્નમાં તે મધ્યસ્થી તરીકે હતો. લગ્નના દોઢ વર્ષ બાદ સુખદેવસિંહ અને સુનીતા વચ્ચે ભયંકર ઝઘડો થયો હતો. સુનિતા અચાનક 25 તોલા સોનાના દાગીના અને 2 લાખથી વધુની રોકડ લઈને નાસી છૂટી હતી. આ પછી સુખદેવસિંહ અવારનવાર બ્રિજેશને સુનિતા ક્યાં છે તે પૂછતો હતો. પણ બ્રિજેશ એનું કોઈ ઠેકાણું કહેતો ન હતો. એટલે આશંકા બ્રિજેશ પર પાક્કી થઈ ગઈ હતી.

પ્લાન નક્કીઃ સુખદેવે બ્રિજેશને મારવાનું નક્કી કર્યું. જેથી સુખદેવસિંહે તેના અમદાવાદી મિત્ર મોહમ્મદ દૌમરને ફોન કરીને જાણ કરી હતી. તેને પોતાની સાથે ત્રણ-ચાર માણસો લાવવા જણાવ્યું હતું. આથી મોહમ્મદ ઉમર ફિરોઝ શેખ અને અબ્દુલ ગફાર સાથે વડોદરા પહોંચ્યા હતો. ચારેય આરોપીઓએ બ્રિજેશને ફોન કરીને ધમકી આપી હતી. પરંતુ બ્રિજેશ સુનિતા વિશે કંઈ બોલ્યો ન હતો. અંતે બ્રિજેશનો હાથ બાંધી કારમાં બેસાડી બે અલગ-અલગ કારથી વટમાનથી ધોલેરા ચોકડી સુધી બોટી બોરૂ ગામ પાસે ઝાડીમાં લઈ ગયા હતા.

આ પણ વાંચોઃ Ahmedabad Crime : માલિની પટેલની જમ્મુ કાશ્મીર પોલીસ પૂછપરછ કરશે,

ઘા મારી હત્યાઃ સુખદેવસિંહે બ્રિજેશે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી બ્રિજેશની હત્યા કરી નાખી હતી. હત્યા હત્યા કર્યા બાદ ચારેય આરોપીઓ બે અલગ-અલગ કારમાં ફરાર થઈ ગયા હતા. પોલીસ પૂછપરછમાં એવું પણ બહાર આવ્યું છે કે, આરોપીઓ મારુતિ વાન અને વેગનર કાર સાથે લાવ્યા હતા. જેમાંથી અમદાવાદના એસજી હાઈવે પરથી મારુતિ વાન ચોરાઈ હતી. હત્યામાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હત્યા બાદ કારની નંબર પ્લેટ બદલી દોઢ માસ બાદ તેને ઝંગડીયા જવાના રસ્તે ઝાડીમાં ત્યજી દીધી હતી.

ગુમ થયાની ફરિયાદઃ હત્યા બાદ ચારેય જણ પોતાનું નિયમિત જીવન જીવવા લાગ્યા, જેથી કોઈને શંકા ન જાય અને પોલીસને પણ ખબર ન પડે કે તેઓએ હત્યા કરી છે. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, બ્રિજેશ બે દિવસ સુધી ઘરે ન આવતાં તેની પત્ની સંગીતાએ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. હત્યાનો ભેદ ઉકેલવા ક્રાઈમ બ્રાન્ચે બ્રિજેશની હત્યાનો ફોટો બતાવ્યો ત્યારે તેની પત્ની સંગીતાએ જણાવ્યું કે બ્રિજેશની હત્યા થઈ છે.

Last Updated : Apr 2, 2023, 10:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.