અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મળેલી સ્ટેન્ડિંગ કમિટી શહેરના વિકાસ કામો લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં દેશના લોખંડી પુરુષ સરકાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રથમ પ્રમુખ પદ બન્યાને 100 વર્ષ પૂર્ણ થતાં તેમના શતાબ્દી ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
"દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રમુખ પદ સંભાળ્યાના 100 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. બીજી બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરદાર સાહેબની પ્રમુખ શતાબ્દી ઉજવવાનું નક્કી કર્યું છે. જે આગામી તારીખ 1 સપ્ટેમ્બર થી તારીખ 31 ડિસેમ્બર 2023 સુધી અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવશે. જેમાં વિવિધ નિબંધ સ્પર્ધા, સરદાર પટેલ એક સિંહ પુરુષ નામના પુસ્તક હિન્દી,અંગેજી અનુવાદ અને પ્રકાશન કરવામાં આવશે-- હિતેશ બારોટ (સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન)
CNG ભઠ્ઠી બનાવવાનું નક્કી: રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે. શિવભક્તો શિવજીના મંદિરમાં બીલીપત્ર ચડાવતા હોય છે. જેને લઈને તેનો યોગ્ય રીતે નિકાલ થાય તે માટે AMC દ્વારા દરેક વોર્ડમાં 2 વધારા ગાડી રાખીને તેનો યોગ્ય નિકાલ ઓરવાની સૂચના આપી છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં બંધ રહેલી તમામ સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મકતમપુરા વોર્ડમાં એક પ્લોટમાં મૃત પશુઓના અંતિમ સંસ્કાર માટે 76 લાખના ખર્ચે CNG ભઠ્ઠી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
સમસ્યાને તાત્કાલિક દૂર કરવા માટે સૂચના: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અલગ અલગ ઝોન ઓફિસમાં જન્મ મરણની નોંધણીમાં છેલ્લા ઘણા સમયથી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કમિટીની અંદર જન્મ મરણની નોંધણીમાં જે સમસ્યા ઉદભવી રહી છે. તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ દ્વારા આ સમસ્યાને તાત્કાલિક દૂર કરવા માટે સૂચના આપવામાં આવી છે. જરૂર પડે તો વધારાના માણસો બેસાડીને પણ આ કામગીરી યોગ્ય રીતે કરવામાં આવે તેની સૂચના આપવામાં આવી છે.