અમદાવાદ: કોરોનાના કહેર વચ્ચે સોશિયલ મીડિયામાં ઘણી અફવા ફેલાય છે. જેના કારણે લોકો ગેરમાર્ગે દોરાય છે. કોરોનાને લઇને રાજ્યના ગૃહપ્રધાને જણાવ્યું હતું કે, કોરોના વાયરસ અંગે અફવા ફેલાવનારા અને કોરેન્ટાઈનમાંથી બહાર આવનારા સામે કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ દાખલ કરવામાં આવશે.
રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી રાજ્યમાં કોરોના વાયરસના કારણે એક પણ દર્દીનું મોત થયું નથી ત્યારે આવા ગંભીર રોગની પરિસ્થિતિમાં કોઈ સોશિયલ મીડિયામાં અફવા ફેલાવશે તો તેની સામે આઈટી એકત હેઠળ ગુનો નોધવામાં આવશે. કોરોટાઈનમાંથી બહાર આવનાર વ્યક્તિ સામે પણ ફરિયાદ નોધીને ધરપકડ કરવામાં આવશે.