ETV Bharat / state

લોકડાઉન વધુ કડક બનતા પોઝિટિવ કેસોમાં ઘટાડોઃ અમદાવાદ પોલીસ કમિશનર

કોરોનાના પગલે કરવામાં આવેલા લોકડાઉન વધુ કડક કરવામાં આવ્યું છે. અમદાવાદમાં છેલ્લા 3 દિવસથી ફક્ત દૂધ અને દવા સિવાયની તમામ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. આ કડક લોકડાઉનથી કેસોમાં ઘટાડો થયો હોવાનું પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું હતું.

અમદાવાદ પોલીસ કમિશ્નરઃ લોકડાઉન વધુ કડક બનતા પોઝિટિવ કેસોમાં ઘટાડો

author img

By

Published : May 9, 2020, 7:34 PM IST

અમદાવાદઃ કોરોનાના પગલે કરવામાં આવેલું લોકડાઉન વધુ કડક કરવામાં આવ્યું છે અને છેલ્લા 3 દિવસથી દૂધ અને દવા સિવાયની તમામ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. તેનાથી લોકડાઉનનું કડકપણે પાલન થઈ રહ્યું છે અને કેસોમાં ઘટાડો થયો હોવાનું અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જણાવ્યું હતું.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીના લોકડાઉન દરમિયાન 13,016 ગુના નોંધી 20,972 લોકોની અટકાયત કરવામાં આવી છે. શાહપુરમાં બનેલા પથ્થરમારાની ઘટનામાં 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

લોકડાઉનને કડક બનાવવા સાંજે 7 વાગ્યાથી બીજા દિવસ સવારના 7 વાગ્યા સુધી કર્ફ્યૂ જેવો માહોલ હોય છે અને તેમાં બહાર નીકળતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. 3 દિવસથી કડક કરેલા લોકડાઉનના કારણે કેસોમાં ઘટાડો થયો છે. અગાઉ 300 ઉપર કેસ આવતા હતા જે હવે 300થી નીચે આવી રહ્યા છે.

પરપ્રાંતિઓ માટે પણ સરકાર વ્યવસ્થા કરી રહી છે. લોકો નોંધણી કર્યા વિના પોતાના વાતન નહીં જઈ શકે. મામલતદાર કચેરી લોકોએ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ત્યારબાદ મેડિકલ ચેકઅપ થયા બાદ નંબર પ્રમાણે લોકોને વતન મોકલવામાં આવશે.

લોકોએ ધીરજ રાખવાની જરૂર છે તમામ લોકોમે નંબર પ્રમાણે મોકલવામાં આવશે. પરપ્રાંતિઓ માટે C-ટીમ અને સ્થાનિક પોલીસ પણ કાર્યરત છે. તેમની મદદ કરવા પોલીસ ખડેપગે છે.

191 પોલીસ અને અન્ય ફોર્સના જવાનોના કોરોના પોઝિટિવ નોંધાયા હતા. જેમાંથી અત્યાર સુધી 62 લોકોને સાજા થતા રજા આપી દેવામાં આવી છે. હજુ 129 જવાન દાખલ છે. જેમાં 44 શહેર પોલીસના જવાન જ્યારે 85 જેટલા અન્ય ફોર્સના જવાન છે. પોલીસ દ્વારા સતત લોકડાઉનનું પાલન કરવા પેટ્રોલીંગ, કંટ્રોલ રૂમમાં મળતા મેસેજ, ડ્રોન, વૉટસએપ નંબર પર મળતા ફોટોએ મેસેજના આધારે પોલીસ કાર્યવાહી કરી રહી છે.

તંત્રએ નક્કી કરેલી કન્ટેનમેન્ટ ઝોનમાં લોકોએ જવું નહીં અને અંદરથી લોકોએ બહારના વિસ્તારમાં ના જવું જોઈએ, લોકોની અવર-જવરના કારણે કોરોનાનું સંક્રમણ વધે છે. તો તે ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.