અમદાવાદ ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ (Liquor ban in Gujarat) જોવા મળી રહી છે. પરંતુ આ દારૂની રેલમછેલ મોતનું (RSS Swayamsevak Death in hit and Run Accident )પણ કારણ બની ગયું છે. પરંતુ જેણે દારૂના નશો કર્યો હતો તેને નહીં પરંતુ બીજાને દારૂના નશાના કારણે નુકશાન થયું છે. તારીખ 9 મી ડિસેમ્બરના કારણે વહેલી સવારે દારૂના નશામાં કાર ચલાવી ની (Hit and Run Ahmedabad) આધેડને અડફેટે લઈને મોતને ઘાટ (Kalu Rakholiya Death case) ઉતારી દીધો હતો. જેની ગણતરીના કલાકોમાં બોપલ (Ahmedabad bopal Police)પોલીસે ધરપકડ(Man held for killing RSS workers) કરી છે.
કાર મૂકીને ફરાર અકસ્માત બાદ કાર (Hit and Run Ahmedabad bopal area) ચાલક મયુર પટેલ ઘટના સ્થળે જ કાર મૂકીને ફરાર થયો હતો. મયુર પટેલે કસરત કરી રહેલા RSSના સ્વંય સેવકને કચડતા તેનું મોત નીપજ્યું હતું. આરોપી કાર ચાલકની બૉપલ પોલીસે પાલોડિયાથી ધરપકડ કરી છે. અને તેની પૂછપરછમાં તે અકસ્માત સમયે નશામાં હોવાની કરી તેણે કબૂલાત કરી છે.
હિટ એન્ડ રન હિટ એન્ડ રનની(Hit and Run Ahmedabad) ઘટનામાં RSSના સ્વયં સેવક કાળુભાઇ રાખોલીયા પર કાર ફરી વળતા ઘટના સ્થળે જ મોત નિજપ્યું હતું. આ ઘટના અંગે બોપલ પોલીસને જાણ થતા પોલીસનો કાપલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. કારના નંબરના આધારે કારના માલિકની તપાસ કરતા મયુર પટેલ નામના યુવકની આ કાર હોવાનું સામે આવ્યું હતું. જે બાદ તપાસ કરી સરનામા પર પોલીસ પહોંચતા ત્યાં ઘરમાં તાળા લાગેલા જોવા મળ્યા હતા. જોકે ગાડીમાંથી દારૂની બોટલ સહિતની પાર્ટીની વસ્તુઓ મળી આવી હતી.
દારૂની પાર્ટીના ફોટા વાયરલ અકસ્માતની(RSS Swayamsevak Death in hit and Run Accident ) ઘટના બન્યાના થોડા કલાક બાદ જ કારચાલક મયુર પટેલના પોતાના મિત્રો સાથે દારૂની પાર્ટીના ફોટો વાયરલ થયા હતા. અને તે ફોટો અકસ્માત પહેલાની દારૂ પાર્ટીનું હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા કાર ચાલકની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોપી હાલ બેકાર અને તેને જમીન વેચીને તેના પૈસાથી આ ગાડી ખરીદી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની વધુ તપાસ શરૂ કરી છે.