ETV Bharat / state

Rath Yatra 2023 : અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રાને લઈને તૈયારી તડામાર, 250 જેટલા ધાબા પર પોલીસ પોઇન્ટ - Ahmedabad Municipal Corporation

અમદાવાદમાં નીકળતી જગન્નાથજી રથયાત્રાની તૈયારીના આખરી ઓપ અપાઈ રહ્યા છે. શહેરમાં 22 કિલોમીટરની રથયાત્રામાં 147 ધાર્મિક સ્થળ રુટમાં આવશે. તેમજ 250 જેટલા ધાબા પર પોલીસ પોઇન્ટ રાખવામાં આવશે. પાણીની પરબો, ફાયરબ્રિગેડ સહિત સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

Rath Yatra 2023 : અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રાને લઈને તૈયારી તડામાર, 250 જેટલા ધાબા પર પોલીસ પોઇન્ટ

author img

By

Published : Jun 9, 2023, 10:23 PM IST

અમદાવાદમાં 22 કિલોમીટરના રથયાત્રાના રૂટમાં 147 ધાર્મિક સ્થળ

અમદાવાદ : અષાઢી બીજના રોજ ગુજરાત સૌથી મોટી 146મી ભગવાન જગન્નાથજી રથયાત્રા અમદાવાદ શહેરમાંથી નીકળવાની છે. પોલીસ તેમજ કોર્પોરેશન દ્વારા તમામ તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે આજે કોર્પોરેશનમાં એકતા સમિતિની બેઠકમાં તમામ સમાજના આગેવાન તેમજ અલગ અલગ મંડળીના સભ્યો સહિતના લોકો હાજર રહ્યા હતા.

અમદાવાદ શહેરમાં 146મી ઐતિહાસિક ભગવાન જગન્નાથજી રથયાત્રા આગામી અષાઢી બીજના રોજ નીકળવાની છે. જેને લઈને મેયરની અધ્યક્ષતામાં એકતા સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રક એસોસિએશન, અખાડા, તમામ સમાજ લોકો હાજર રહ્યા હતા. જેમાં પોલીસ વિભાગ દ્વારા પણ તેમની કામગીરી કરવામાં આવી રહી છે. કોર્પોરેશન દ્વારા શહેરમાં ફાયર, આરોગ્ય અને પીવાના પાણી વ્યવસ્થા કરવામાં આવી છે. - હિતેશ બારોટ (સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન)

187માંથી નોટિસ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રાના રૂટ પર આવતા ભયજનક મકાન દર વખતે કાગળ લગાવવામાં આવતા હતા, પરંતુ કોર્પોરેશન દ્વારા પ્રથમ વખત કાગળ નહીં, પરંતુ 187 મકાન દીવાલ પર એલ્યુમિનિયમ પ્લેટ મારવામાં આવી છે. આ ઉપરાંત જે મકાન જર્જરિત હાલતમાં હતા. તે મકાન રથયાત્રા દરમિયાન પડે નહીં કોઈ ઈજાગ્રસ્ત થાય નહીં તે માટે ઉતારી પાડવામાં આવ્યા છે.

રથયાત્રાના રૂટમાં 147 ધાર્મિક સ્થળ : 22 કિલોમીટર લાંબી રથયાત્રામાં 73 મંદિર, 70 મસ્જિદ, 3 જૈન દેરાસર તેમજ 1 ચર્ચ જેવા ધાર્મિક સ્થળોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બંદોબસ્તની વાત કરવામાં આવે તો 250 જેટલા ધાબા પર પોલીસ પોઇન્ટ રાખવામાં આવશે. આ ઉપરાંત 25 વોચ ટાવર, 9 ફાયરબ્રિગેડ અને 5 એમ્બ્યુલન્સ આ રથયાત્રામાં અલગ અલગ સ્થળો પર તૈનાત કરવામાં આવી છે.

અધિકારીને જવાબદારી : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રતિવર્ષ જેમ આ વર્ષે પણ રથયાત્રામાં અંદાજિત 14 કિમી લાંબા રૂટ પર રોડ રસ્તા તેમજ ઝાડ ટ્રિમિંગ કામો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પાણીની પરબો, હેલોજન લાઇટ, ફાયરબ્રિગેડ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સંબંધિત વિભાગના અધિકારીઓ પણ કોઈપણ પ્રકારની અડચણ ઉભી ન થાય તે માટેની જવાબદારી પણ સોંપવામાં આવી છે.

  1. Rath Yatra 2023 : સુરતમાં 600 વર્ષ પહેલા પ્રથમ જગન્નાથજીની યાત્રા નીકળી હતી, આચાર્યનો ચમત્કાર જોઈ મુઘલો આશ્ચર્યમાં મુકાયા
  2. Rath Yatra 2023 : સુરતમાં આ રંગના કિંમતી વાઘા ધારણ કરી ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગર ચર્ચા પર નીકળશે
  3. Rath Yatra 2023 : ભગવાન જગન્નાથ 74 વર્ષ બાદ નવા રથમાં બેસીને કરશે નગરચર્યા, રથનું કરાયું રિહર્સલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.