ETV Bharat / state

ગુજરાતમાં એક જ દિવસમાં ACBની 4 ટ્રેપ, કોન્સ્ટેબલ 2 લાખ લઈ ફરાર.. - ગુજરાતમાં ભ્રષ્ટાચાર

અમદાવાદઃ સરકારી અધિકારીઓ કામ કરવા માટે લોકો પાસેથી લાંચ લેતા હોય તેવા અનેક કિસ્સા જોવા મળ્યા છે. ત્યારે ગુજરાત એસીબી પણ સક્રીય થયું છે. એક જ દિવસમા અરવલ્લી, અમરેલી, વલસાડ અને અમદાવાદ એમ અલગ અલગ જિલ્લાઓમાં લાંચ લેતા 4 કેસ નોંધ્યા છે. જેમાંથી અરવલ્લીના કેસમાં 2 લાખની લાંચની રકમ લઈને પોલીસ કોન્સ્ટેબલ ફરાર થઈ ગયા છે.

ahmed
author img

By

Published : Oct 6, 2019, 11:44 PM IST

અરવલ્લીના મોડાસામાં દોઢેક વર્ષ અગાઉ દારૂના વ્યવસાયમાં પકડાયેલા વ્યક્તિ ત્યારે ભરતસિંહ ઝાલા નામના કોન્સ્ટેબલ સાથે પરિચયમાં આવ્યા હતા. હાલ કેટલાય સમયથી ફરિયાદી દારૂનો વ્યવસાય કરતા નથી. તેમ છતાં ઈંગ્લીશ દારૂના કેસમાં ખોટી રીતે ફસાવી દેવાની ધમકી આપી 2.50 લાખની લાંચની માંગણી કરી હતી. જેની સામે 2 લાખ આપવાનું નક્કી થયું હતું અને ફરિયાદ આરોપી કોન્સ્ટેબલને પૈસા આપવા ગયા હતા.

ગુજરાતમાં એક જ દિવસમાં ACBની 4 ટ્રેપ, કોન્સ્ટેબલ 2 લાખ લઈ ફરાર..

પોતાની ગાડીમા અન્ય વ્યક્તિ સાથે આવેલા કોન્સ્ટેબલે 2 લાખની લાંચની રકમ લઈને એસીબીની ટ્રેપ હોવાની શંકા જતા ફરાર થઈ ગયા હતા. જેમની એ.સી.બી શોધખોળ કરી રહી છે.

એક બાજુ અમરેલી જિલ્લામાં બાબરા તાલુકામાં આવેલી આંગણીવાડીમાં કામ કરતી મહિલાઓ પાસેથી રેખાબેન જોશી નામના C. D.P. O જે બાબરા તાલુકા પંચાયતમાં ફરજ બજાવે છે. તેમને બારદાન અને ઓડિટના પેટે 8100 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જે ફરિયાદીએ 6900 રૂપિયા લાંચ પેટે રેખાબેન નામના આરોપીને આપ્યા હતા. આ લાંચ લેતા સમયે એ.સી.બી.એ ટ્રેપ ગોઠવીને આરોપી મહિલાની ધરપકડ કરી છે.

તો બીજી બાજુ વલસાડ જિલ્લાના સરીગમ ખાતે કન્સ્ટ્રક્શનનો ધંધો કરતા વ્યક્તિએ વાણિજ્ય બાંધકામ કર્યું હતું. જે માટે ગ્રામપંચાયતના થરાવની જરૂર હતી. તેના માટે અરજી આપી હતી. જે ઠરાવના અવેજ પેટે હંસાબેન કોભિયા નામના સરપંચે 50,000ની લાંચની માંગણી કરી હતી.

જે તેમના વતી તેમના પતિ શૈલેષ કોભિયાએ 50,000 લીધા હતા. તેમને પણ એ.સી.બી.એ લાંચ લેતા ઝડપી લીધા હતા. જો કે હંસાબેન કોભિયાની પણ ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદમાં મકાન ખરીદ્યા બાદ મકાનનું ગુજરાત સહકારી મંડળી એકટ હાઉસિંગ સોસાયટીના રજીસ્ટરે નામ ચઢાવવા માટે હસમુખ પટેલ સહકારી મંડળીના એકાઉન્ટન્ટે 5000ની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ લેતા સમયે એસીબીએ આરોપી હસમુખ પટેલને ઝડપી લીધા હતા.

આમ, એક જ દિવસમાં 4 ટ્રેપ એ.સી.બી.એ સફળ રીતે કરી હતી. પરંતુ જે પ્રમાણે દિવસે ને દિવસે લાંચ રૂશ્વત બ્યુરોમાં કેસ નોંધાય છે તે પરથી સ્પષ્ટ થાય છે કે સરકારી કામ કરાવવા માટે લાંચ ફરજીયાત થઈ છે.

Intro:અમદાવાદ

સરકારીઓ અધિકારીઓ કામ કરવા માટે લોકો પાસેથી હવે લાંચ લેવામાં સહેજ પણ શરમ રાખતા નથી અને બેફામ લાંચની માંગણી કરીને સ્વીકારે છે ત્યારે ગુજરાત એસીબી પણ સક્રીય થયું છે અને એક જ દિવસમા અરવલ્લી,અમરેલી,વલસાડ અને અમદાવાદ એમ અલગ અલગ જિલ્લાઓમાં લાંચ લેતા 4 કેસ નોંધ્યા છે જેમાંથી અરવલ્લીના કેસમાં 2 લાખની લાંચની રકમ લઈને પોલીસ કોન્સ્ટેબલ ફરાર થઈ ગયા છે...

Body:અરવલ્લીના મોડાસામાં દોઢેક વર્ષ અગાઉ દારૂના વ્યવસાયમાં પકડાયેલ વ્યક્તિ ત્યારે ભરતસિંહ ઝાલા નામના કોન્સ્ટેબલ સાથે પરિચયમાં આવ્યા હતા.હાલ કેટલાય સમયથી ફરિયાદી દારૂનો વ્યવસાય કરતા નથી તેમ છતાં ઈંગ્લીશ દારૂના કેસમાં ખોટી રીતે ફસાવી દેવાની ધમકી આપી 2.50 લાખની લાંચની માંગણી કરી હતી જેની સામે 2 લાખ આપવાનું નક્કી થયું હતું અને ફરિયાદ આરોપી કોન્સ્ટેબલને પૈસા આપવા ગયા હતા ત્યારે પોતાની ગાડીમા અન્ય વ્યક્તિ સાથે આવેલા કોન્સ્ટેબલે 2 લાખની લાંચની રકમ લઈને એસીબીની ટ્રેપ હોવાની શંકા જતા ફરાર થઈ ગયા હતા જેમની એસીબી શોધખોળ કરી રહી છે...

અમરેલી જિલ્લામાં બાબરા તાલુકામાં આવેલી આંગણીવાડીમાં કામ કરતી મહિલાઓ પાસેથી રેખાબેન જોશી નામના C. D.P. O જે બાબરા તાલુકા પંચાયતમાં ફરજ બજાવે છે તેમને બારદાન અને ઓડિટના પેટે 8100રૂ.ની લાંચની માંગણી કરી હતી જે ફરિયાદીએ 6900રૂ. લાંચ પેટે રેખાબેન નામના આરોપીને આપ્યા હતા અને લાંચ લેતા સમયે એસીબીએ ટ્રેપ ગોઠવીને આરોપી મહિલાની ધરપકડ કરી છે..

વલસાડ જિલ્લાના સરીગમ ખાતે કન્સ્ટ્રક્શનનો ધંધો કરતા વ્યક્તિએ વાણિજ્ય બાંધકામ કર્યું હતું જે માટે ગ્રામપંચાયતના થરાવની જરૂર હતી જે માટે અરજી આપી હતી જે ઠરાવના અવેજ પેટે હંસાબેન કોભિયા નામના સરપંચે 50,000ની લાંચની માંગણી કરી હતી જે તેમના વતી તેમના પતિ શૈલેષ કોભિયાએ 50,000લીધા હતા અને તેમને એસીબીએ લાંચ લેતા ઝડપી લીધા હતા તો હંસાબેન કોભિયાની પણ ધરપકડ કરવામાં આવી હતી..

અમદાવાદમાં મકાન ખરીદયા બાદ મકાનનું ગુજરાત સહકારી મંડળી એકટ હાઉસિંગ સોસાયટીના રજીસ્ટરે નામ ચઢાવવા માટે હસમુખ પટેલ સહકારી મંડળીના એકાઉન્ટન્ટે 5000ની લાંચની માંગણી કરી હતી જે લાંચની રકમ લેતા સમયે એસીબીએ આરોપી હસમુખ પટેલને ઝડપી લીધા હતા..

આમ એક જ દિવસમાં 4 ટ્રેપ એસીબીએ સફળ રીતે કરી હતી.પરંતુ જે પ્રમાણે દિવસે ને દિવસે લાંચ રૂશ્વત બ્યુરોમાં કેસ નોંધાય છે તે પરથી સ્પષ્ટ થાય છે કે સરકારી કામ કરવવા માટે લંચ ફરજીયાત થઈ છે...

બાઇટ- જી.બી.પઢેરિયા(નાયબ નિયામક- એસીબી)

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.