ETV Bharat / state

Manipur Violence : મણિપુર હિંસા મુદ્દે આપ મહિલાઓનો આક્રોશ કહ્યું, દેશની દીકરીઓની ઈજ્જત લૂંટાઈ રહી છે - Ahmedabad Aam Aadmi Party women

મણિપુર રાજ્યમાં બે મહિલાને નગ્ન કરીને રસ્તા પર ફેરવવાની ઘટના લઈને સમગ્ર દેશની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ગુજરાત આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ તેમજ કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટર ઓફિસ ખાતે ભારે સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદન આપ્યું હતું.

Manipur Violence : મણિપુર હિંસા મુદ્દે આમ આદમી મહિલાઓનો આક્રોશ, કહ્યું, દેશની દીકરીઓની ઈજ્જત લૂંટાઈ રહી

author img

By

Published : Jul 21, 2023, 3:52 PM IST

મણિપુર હિંસા મુદ્દે અમદાવાદ કલેક્ટર ઓફિસ આમ આદમી મહિલા આપ્યું આવેદન

અમદાવાદ : મણિપુરમાં બે મહિલાઓને નગ્ન કરીને રસ્તા પર ફેરવવાની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટનાને લઈને સમગ્ર દેશમાં આ આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આવા કૃત્ય કરનાર સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોઈપણ ગુનેગારને છોડવામાં ન આવે તે માટેના આદેશ આપવામાં આવ્યા છે.

દેશની પ્રથમ નાગરિક મહિલાની ગણવામાં આવે છે. મણીપુરમાં મહિલા પર જે સામૂહિક બળાત્કાર થયો તે ખૂબ જ ગંભીર અને દર્દના ઘટના કહી શકાય છે. જેને શબ્દોમાં વર્ણવી શકાય નહીં તંત્ર કે સરકાર દ્વારા હજુ સુધી કોઈપણ પગલા લેવામાં આવ્યા નથી. એક બાજુ સરકાર દ્વારા બેટી પઢાવો બેટી બચાવોની વાત કરી રહી છે, પરંતુ આજે દેશની દીકરીઓની ઈજ્જત લૂંટાઈ રહી છે. આમ આદમી પાર્ટીની માંગ છે કે મણીપુર રાજ્ય 80 દિવસથી અગ્નિજ્વાળાની જેમ ભડકે બળી રહ્યું છે. દરેક અસામાજિક તત્વો દ્વારા જે મહિલા પર આવો દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. તેમની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ છે. - રેશ્મા પટેલ
(મહિલા પ્રદેશ પ્રમુખ, AAP)

કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ : અમદાવાદના કાર્યકારી પ્રમુખ ડૉ. જવેલ વશરા જણાવ્યું હતુ કે, મણીપુરમાં મહિલાઓ સાથે જે દૂર કરવામાં આવ્યો છે. તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જે અંતર્ગત આજે અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે આવેદન આપ્યું છે. એક બાજુ વડાપ્રધાન કહે છે કે સમગ્ર દેશની બહેનો ચિંતા ના કરતા તમારો ભાઈ હાજર છે. કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે તો ભાઈને પત્ર લખજો પરંતુ આજે બહેન મુશ્કેલી મા છે, ત્યારે ભાઈ કંઈ બોલવા તૈયાર નથી અને આ મુદ્દે ઘટનાની દુઃખ વ્યક્ત કર્યો છે, પરંતુ જલ્દીમાં જલ્દી કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવે તેવી અમારી માંગ છે.

કલેકટર આવેદન : આમ આદમી પાર્ટી દ્વારા આપેલા આવેદનમાં લખ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનાથી મણિપુર રાજ્યમાં હિંસા ચાલી રહી છે. કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર અંગે તદ્દન ઉદાસીન જોવા મળે છે. તાજેતરમાં જ એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં કેટલાક રાક્ષસોએ બે મહિલાઓ સાથે એવા કૃત્ય કરી રહ્યા છે કે જેવા કોઈ હિંસક પશુ સાથે પણ ન કરે તેવા માનવતાનો અપમાન છે. જેમાં મણીપુર રાજ્યની બે મહિલાઓ સાથે જે પ્રકાર કરવામાં આવ્યું છે. દુર્વ્યવહાર કર્યા બાદ જે રીતે સર્કસ કાઢી તેનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. તેવા સામાજિક તત્વો સામે કડકમાં કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

  1. Manipur violence: મણીપુરના વીડિયો મુદ્દે આ અભિનેત્રીઓએ મોરચો માડ્યો, કહ્યું માફી ન આપી શકાય
  2. Manipur Viral Video: ક્રુરતાની હદ પાર, મહિલાને નગ્ન કરી ખેતરમાં ફેરવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.