ETV Bharat / state

Ahmedabad Crime: નકલી IAS અધિકારી બનીને 16 લાખનું જોબ પેકેજ લીધુ, આ રીતે ઝડપાયા - Ahmedabad Fake Case

અગાઉ પોલીસના નામે નકલગીરી થતી હતી. હવે તો IAS અધિકારીઓના નામે નકલગીરી કરીને પૈસા ખંખેરતા લોકો ઝડપાઈ રહ્યા છે. ખાસ કરીને મહાનગરમાંથી આ કેસ સામે આવતા અનેક પ્રકારના પ્રશ્નો ચર્ચામાં છે. વડોદરામાંથી નકલી IAS અધિકારીઓને રૌફ જમાવતા ભેજાબાજ પકડાયા છે.

Ahmedabad Crime: નકલી IAS અધિકારી બનીને 16 લાખનું જોબ પેકેજ લીધુ, આ રીતે ઝડાપાયા

author img

By

Published : Jun 8, 2023, 8:55 AM IST

Updated : Jun 8, 2023, 3:38 PM IST

Ahmedabad Crime

વડોદરા/ અમદાવાદઃ સારો પગાર મેળવા માટે એક યુવાન નકલી IAS ઓફિસર બન્યો હોવાની ઘટના હાલમાં સામે આવી હતી. જેમાં પ્રધાનમંત્રીના સલાકાર તરીકે ઓળખ આપીને નકલી IASએ ફાર્મા કંપનીમાં રૂપિયા 16 લાખનું જોબ પેકેજ મેળવ્યું. આ સાથે જ પોતાની બનાવટી ડીઝીટલ આઈડી પણ બનાવ્યુ હતું. જોકે તેનો ભાંડો ફૂટતા તેને સાયબર ક્રાઇમના અધિકારીઓએ એ પકડીને કાયદાનો પાઠ ભણાવ્યો છે.

IASની ઓળખ આપીઃ સાયબર ક્રાઇમ બ્રાંચે ઝડપેલાં નકલી IAS ઓફિસર સુધાકર પાંડે પોતાની નોકરી મેળવા માટે IAS બનીને ઓળખ આપતો હતો. આરોપી સુધાકર પાંડે પોતાના મોબાઈલમાં ટ્રુ કોલરમાં પોતાનુ નામ અવિનાશ પાંડે લખતો સાથે જ IAS ઓફિસરની પ્રોફાઈલ બનાવી હતી. જેથી ફોન કરનારા વ્યક્તિને કોઈ IAS ઓફિસર ફોન આવ્યો હોય તેવું લાગતું હતું. પોલીસે આ અંગે ચોખવટ પણ કરી છે.

ઇનપુટના આધારે વડોદરાથી સુધાકર પાંડે નામના યુવકની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પોતે આઈએએસ ઓફિસર હોવાની પોતાની ઓળખ આપી પોતાની નોકરી માટે જ અલગ અલગ મોટી કંપનીઓમાં ફોન કરી ભલામણ કરતો હતો અને તેણે આ જ પ્રકારે સુરતની જાણીતી કંપનીમાં પોતાની ભલામણ કરીને વાર્ષિક 16 લાખ રૂપિયાનું પેકેજ પણ મેળવ્યું હતું. હાલ આરોપી દ્વારા અન્ય કોઈ ગુનાને અંજામ અપાયો છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.---જે. એમ યાદવ (સાયબર ક્રાઈમના ACP)

ફાર્મા કંપનીમાં જોબઃ આવી જ રીતે આરોપી સુધાકર પાંડે ગુજરાતની જાણીતી ફાર્મા કંપનીમાં પોતે IAS ઓફિસર અવિનાશ પાંડે બનીને ફોન કરતો અને પોતાની સંબંધીને સારી નોકરી આપવાનું કહીને પોતે સુધાકર પાંડે ઇન્ટરવ્યુ માટે પહોંચી જતો હતો. આ પ્રકારે તેણે 3 ફાર્મા કંપની સાથે ઠગાઇ કરીને નોકરી મેળવી હતી. જે મામલે સાયબર ક્રાઇમ બ્રાંચના ધ્યાન પર આવતા સુધાકર પાંડે ભાંડો ફૂટ્યો અને સાયબર ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. હાલ તો આરોપી સુધાકર પાંડેને ધરપકડ બાદ જમીન પર મુક્ત કર્યો છે આ આરોપીએ પોતાના સિવાય અન્ય કોઈને નોકરીએ લગાવ્યા છે કે કેમ જેને લઈ તપાસ શરૂ કરી છે.

વડોદરાના રહેવાસીઃ પકડાયેલ નકલી IAS ઓફિસર સુધાકર પાંડે બરોડાનો રહેવાસી છે અને B. SC સુધીનો અભ્યાસ કરેલો છે. ફાર્મા કંપનીમાં ઉંચો પગાર મેળવા માટે આરોપી નકલી IAS ઓફિસર બન્યો હતો. આરોપી સુધાકર પાંડેનો પગાર નજીવો હતો પરંતુ છેલ્લા 3 વર્ષમાં 3 જેટલી ફાર્મા કંપનીમાં IAS ઓફિસરની ઓળખ આપીને રૂપિયા 25 હજારથી પગારની શરૂઆત કર્યા બાદ 16 લાખના વાર્ષિક પેકેજ સુધી પહોંચ્યો હતો.

લાખો રૂપિયા પગારઃ સુરતની અમી ફાર્મા કંપનીમાં લાખોનો પગાર મેળવનાર આરોપીનો પર્દાફાશ થતાં જ સાયબર ક્રાઇમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આરોપી પોતે વડાપ્રધાનનો સલાહકાર તરીકે પણ ઓળખ આપતો હતો. જે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. આરોપી સુધાકર પાંડેના મોબાઇલ અને ડીગ્રી સર્ટીફિકેટ લઈ તપાસ શરૂ કરી છે. આરોપીએ 3 ફાર્મા કંપની સિવાય અન્ય કોઈ કંપનીમાં નોકરી માટેનો પ્રયત્ન કર્યો હતો કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરાઇ છે.

  1. Ahmedabad Crime: ધંધો કરવાનું કહી યુવકે 4.76 લાખ ખંખેરી લીધા, પોલીસે ધરપકડ કરી
  2. Ahmedabad Crime: કપાસના ગોડાઉનમાંથી મળી આવ્યો લાખોનો વિદેશી દારુ, ટ્રક મારફતે ચાલતો હતો વેપલો
  3. Ahmedabad Crime : લોન લેતા પહેલા સાવધાન, અમદાવાદમાં યુવકે લીધેલી લોન ભરપાઈ કરી દીધી છતાં ભારે પડ્યું

Last Updated : Jun 8, 2023, 3:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.