ગોતામાં આવેલી છ દાયકા જૂની જર્જરીત ટાંકીને તોડી પડાવામાં આવી છે.ગોતા ગામની જર્જરીત ટાંકીને જમીનદોસ્ત કરવા માટે જેસીબી મશીન કામે લગાડાયું છે. ત્યારબાદ જોધપુર ગામમાં આવેલી ટાંકી અને બુધવારે ઓગણજ ગામમાં જર્જરીત ટાંકી તોડી પડવામાં આવશે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોપલની દુર્ઘટના બાદ શહેરમાં આવેલી કુલ 165 ઓવરહેડ ટાંકીનો સર્વે હાથ ધરાયો હતો. આ સર્વે મુજબ કુલ 44 ટાંકી ભયજનક હોવાનું સામે આવ્યું હતું.તેને લોકોની સલામતી માટે ઉતારી લેવાની દિશામાં તજવીજ હાથ ધરાઇ છે.
મળતી માહીતી મુજબ સૌથી વધુ 14 જર્જરીત ટાંકી ઉત્તર-પશ્ચિમ ઝોનમાં મળી આવી છે.પશ્ચિમ ઝોનમાં 10, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 8,ઉત્તર ઝોનમાં 3,પૂર્વ ઝોનમાં 2 અને એક હાઉસિંગ સોસાયટીની મળીને કુલ 3 અને મધ્યઝોનમાં સૌથી ઓછી એક જર્જરીત ટાંકી છે.આ તમામ 44 જર્જરીત ટાંકી પૈકી મોટા ભાગની જે તે ગ્રામ પંચાયત સમયની હોઇ આશરે 20 થી 25 વર્ષ જૂની છે. બે લાખ લિટર પાણીની ક્ષમતા ધરાવતી આ જર્જરીત ટાંકીઓ ગમે ત્યારે ધરાશયી થઇ શેક તેમ હતી. આ ટાંકીઓ લોકોના જાનમાલ માટે જોખમી બની શકે તેમ છે. આ સાથે જ ટાંકીને ઉતારાયા બાદ પાણીનો પુરવઠો જાળવી રાખવાની દિશામાં પણ તંત્રએ ગંભીરતાથી વિચારણા હાથ ધરી છે.