- અફઘાનિસ્તાનના ગુજરાતમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ચિંતામાં
- સરકાર વિઝાની મુદ્દત વધારી આપે તેવી વિન્નતી : વિદ્યાર્થીઓ
- હવે અમે સ્વદેશ જવા નથી માંગતા : વિદ્યાર્થી
અમદાવાદ: અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા કબજે કરતાં ગુજરાત યુનિવર્સિટીમાં યુજી અને પીજી કોર્સમાં અભ્યાસ કરતા અફઘાન વિદ્યાર્થીઓમાં, જ્યારે અફઘાનિસ્તાનમાં રહેતા તેમના વાલીઓમાં ડરનો માહોલ છે, ત્યારે વિદ્યાર્થીઓના વાલીઓએ અપીલ કરી છે કે, ‘અમે હાલમાં અહીં અફઘાનિસ્તાનમાં સલામત નથી. અમને તમારી સલામતિની પણ ચિંતા થઈ રહી છે. તમે અહીં ના આવશો, તમે હાલમાં ભારતમાં જ રહો. ભારત સરકારને વિનંતી કરીને વિઝાની મુદ્દત લંબાવો, જરૂર લાગે તો ભારત સરકારની મંજૂરી લઇલો ત્યારે હાલમાં અહીં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે.
અકીલા સુલતાન નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું
અકીલા સુલતાન નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું કે, અત્યારે હાલ અમારે પરિવાર સાથે માત્ર 5 મિનિટ જ વાત થઈ હતી. ત્યાં શુ થઈ રહ્યું છે. તે કઈ જ ખબર નથી અમને લાગે છે કે, મારો પરિવાર સલામત નથી. જ્યારે હવે અમારા વિઝાની મુદ્દત પણ પૂર્ણ થવા આવી છે. તો સરકાર સામે અમારી માગ છે કે, વિઝાની મુદ્દતમાં વધારો કરી આપે આ ઉપરાંત અમારા પરિવાર ત્યાં નામ બદલીને રહે છે.
અમેરા નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું કે
અમેરા નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું કે, અમારી પરિવાર સાથે વાત થાય છે, ત્યારે હાલમાં તો બધું ઠીક છે પરંતુ એક ભય ફેલાયેલો છે. ત્યારે હાલમાં ત્યાં કોઈ જ ઘરની બહાર નીકળતું નથી. અમારા પરિવારને કઈ થશે તો અમારું શુ થશે ખબર નઈ ત્યારે હાલમાં તો અમારી ત્યાં જવાની કોઈ જ ઈચ્છા નથી અમે હવે ભારતમાં જ રહેવા જ ઇચ્છિએ છીએ, ત્યારે સરકારને અમે વિન્નતી કરીએ છીએ કે અમારી વિઝાની મુદ્દત વધારી આપે.
મોહમ્મદ ખાલીદે જણાવ્યું
ક્રિમિનલ સાયકોલોજીમાં પીએચડી કરી રહેલા વિદ્યાર્થી મોહમ્મદ ખાલીદે જણાવ્યું કે,‘આશરે 20 વર્ષ બાદ અમારા દેશમાં સત્તા પલટો થયો છે. નવી સરકારના લીધે નવી નીતિનું ગઠન થતાં સ્વાભાવિક વિલંબ થાય તેમ છે. બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીના અંડર ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓના વિઝાની અંતિમ મુદ્દત ઓગસ્ટમાં પૂર્ણ થઈ રહી છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની સલામતિને ધ્યાનમાં રાખીને તેમને ભારતમાં રહેવા માટેની મંજૂરી આપવી જોઈએ.’ અફઘાનિસ્તાનમાં તાલિબાનોના વધતા પ્રભાવના પગલે વિદ્યાર્થીઓ, વાલીઓ સૂઈ શક્યા નથી.
વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં એક ભયનો માહોલ
આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં વિદ્યાર્થીઓને પોતાના પરિવારની ચિંતા સતાવી રહી છે સાથે તેમના ભવિષ્યની પણ ચિંતા છે. આટલું જ નહીં પરંતુ તેમને ભારત સરકાર સામે વિઝાની મુદ્દતમાં વધારો કરવા વિન્નતી કરી છે. જ્યારે હવે ભારતમાં જ રહેવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે અમે હવે સ્વદેશ પાછા જવા નથી માંગતા અને અમારા પરિવારને પણ અહીં જ બોલાવી લઈશું.