ETV Bharat / state

સિનિયર કેજીમાં અભ્યાસ કરતા પાંચ વર્ષીય બાળકની સિદ્ધિ , 315 શ્લોક બોલી શકે છે કડકડાટ

પાંચ વર્ષીય યોગી આડેસરા બોચાસણવાસી અક્ષરપુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના મહંત સ્વામીએ લખેલી સત્સંગ દીક્ષા ગ્રંથમાં દર્શાવેલા 315 શ્લોક મોઢે કડકડાટ બોલી જાય છે. અમદાવાદના બાળકે શ્લોક કંઠસ્થ કરી બીએપીએસમાં રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. તો આગામી દિવસોમાં બીએપીએસના અખિલ ભારતીય અધિવેશન માટે પણ તેની પસંદગી કરવામાં આવી છે.

અમદાવાદ
અમદાવાદ
author img

By

Published : Dec 19, 2020, 8:34 PM IST

  • પાંચ વર્ષના બાળકની ગ્રહણશક્તિ છે વિશિષ્ટ
  • 315 શ્લોક બોલી શકે છે કડકડાટ
  • રાષ્ટ્રીય અધિવેશનમાં પણ આગામી દિવસોમાં લેવાનો છે ભાગ

અમદાવાદ : શહેરના વાડજ વિસ્તારમાં રહેતા જીતેશભાઈ આડેસરા અને તેના પરિવારના સભ્યો સ્વામિનારાયણ ધર્મનું પાલન કરે છે. જીતેશભાઈના પૌત્રનું નામ યોગી તેમના ધર્મ મહારાજ યોગીજીના નામ પરથી રાખવામાં આવ્યું છે.

અમદાવાદ : સિનિયર કેજીમાં અભ્યાસ કરતા પાંચ વર્ષીય બાળકની સિદ્ધિ , 315 શ્લોક બોલી શકે છે કડકડાટ

યોગી કરે છે સિનિયર કેજીનો અભ્યાસ

યોગી નાનપણથી જ હોશિયાર છે. હાલ વિદેશની રાયસન કિતની શાળામાં અંગ્રેજી માધ્યમમાં સિનિયર કેજીનો અભ્યાસ કરે છે. સ્વાભાવિક રીતે સિનિયર કેજીમાં અભ્યાસ કરતું બાળક ઘરે લખવાનું કે, વાંચન શીખ્યું ન હોય. પરંતુ ઘરમાં રહેતા સતત ધાર્મિક માહોલથી જ તેને ધર્મ પ્રત્યેનો લગાવ હોય છે. તેના પરિવારના તમામ સભ્યો દાદા-દાદી કે મમ્મી પપ્પા તમામ લોકો અવાર નવાર દર્શન કરવા અથવા તો સ્વામિનારાયણ સંપ્રદાયની સભામાં ભાગ લેતા હોય છે. તાજેતરમાં જ મહંત સ્વામી દ્વારા લીખેલી દીક્ષા ગ્રંથનું લેખન કરાયું છે. તો તેમાં રહેલા 315 શ્લોક યોગી આડેસરા કંઠસ્થ કરીને કડકડાટ બોલી શકે છે.

રાજ્ય કક્ષાએ શ્લોક કડકડાટ બોલીને નંબર પ્રાપ્ત કર્યો

અત્યારના સમયના બાળકોની ગ્રહણશક્તિ કંઈક અલગ જ પ્રકારની હોય છે. ત્યારે અમદાવાદના યોગી આડેસરા પણ ધાર્મિક વૃત્તિને લઈને કાર્યો કરે તેવી માતા-પિતાની ઇચ્છા છે. ત્યારે સતત માતા-પિતાનું માર્ગદર્શન અને દાદા દાદીના સાનિધ્યમાં રહીને યોગી આદિત્યએ રાજ્ય કક્ષાએ શ્લોક કડકડાટ બોલીને નંબર પ્રાપ્ત કર્યો છે. આગામી દિવસમાં રાષ્ટ્રીય અધિવેશનમાં પણ પ્રથમ આવે તો નવાઈ નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.