આજે સવારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર મહેમદાવાદ તાલુકાના માંકવા ગામ પાસે આવેલ રિલાયન્સ હોટલથી નજીક કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડ્રાયવર સહીત કારમાં સવાર તમામ પાંચ વ્યક્તિના ઘટના સ્થળે જ કરૂણ મોત થયા હતા. ઘટનાને પગલે મહેમદાવાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને મહેમદાવાદ ખાતે હોસ્પિટલ ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
વિગતો મુજબ, સવારે એક્સપ્રેસ હાઇવે પરથી GJ06 HD4642 નંબરની અર્ટિકા કારમાં પાંચ વ્યક્તિ ભરૂચથી અમદાવાદ જઈ રહ્યા હતા. તે દરમિયાન ઓવરટેક કરવા જતાં આગળ જઇ રહેલા GJ05 5656 નંબરના ટ્રેલરમાં પુરપાટ ઝડપે જઇ રહેલ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.