- પીપળી ગામ પાસે વહેલી સવારે ટ્રક ચાલકે ઇકો કારને મારી ટક્કર
- અકસ્માતમાં 1નું મોત, અન્ય 4 ને ગંભીર ઇજાઓ
- ઇજાગ્રસ્તોને ધંધુકા RMC હોસ્પિટલ ખાતે ખસેવામાં આવ્યા
અમદાવાદઃ ધોલેરા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે વહેલી સવારે ઇકો કાર વટામણ તરફથી ધોલેરા તરફ આવી રહી હતી. તે દરમિયાન ધોલેરા તરફથી માતેલા સાંઢની માફક આવી રહેલ પીપળી ગામ પાસે ટ્રક ચાલકે ઇકોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત ઘટના અંગે જાણ થતાં ધોલેરા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અકસ્માત ઘટના આ અંગે ધોલેરા અને ફેદરા 108ને જાણ થતા ઘટનાસ્થળે પહોંચી તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ધંધુકાની આર.એમ.એસ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત ઘટનામાં ઇજાગ્રસ્તો
(1) બળદેવભાઈ ઇશ્વરભાઇ પુરાણી
(2) કાનજીભાઈ એસ મેર
(3) સુરેશભાઈ પી પુનાની
(4) વિક્રમ ભાઈ મેર
અકસ્માતની ઘટનામાં 1નું મોત
અકસ્માત ઘટનામાં ઇકો કારમાં સવાર રમેશભાઈ મેપાભાઈનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ધોલેરા પોલીસે મૃતદેહનો કબ્જો લઈ ધંધુકાની રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. અને ત્યારે બાદ જ મૃતદેહને તેમના સ્નેહીજનોને સોંપ્યો હતો, આ અકસ્માત ઘટના અંગે ધોલેરા પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. જે અંગે ધોલેરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેશ ભાઈ ગોરધનભાઈ તથા પી.એસ.આઇ એન આઇ ચાવડા વધુ તપાસ ચલાવી રહ્યા છે.