અમદાવાદ: લોકસભાની ચૂંટણીને લઇને તમામ નેતાઓ અને તમામ પાર્ટીએ તૈયારીઓ આદરી દીધી છે. આવતા વર્ષે એટલે કે 2024માં લોકસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. તમામ રાજકીય પાર્ટી દ્વારા પણ લોકસભાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ રણનીતિ ઘડવામાં આવી રહી છે. હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા પણ લોકસભાના ઇન્ચાર્જ તેમજ જિલ્લા પ્રભારી તરીકે નિમણૂકનું પહેલું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 20થી પણ વધારે હોદ્દેદારોને જિલ્લા પ્રભારી કે લોકસભાના ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ઇન્ચાર્જ તરીકે નિમણૂક: લોકસભાના ઇન્ચાર્જ લોકસભાના ઇન્ચાર્જ તરીકેની વાત કરવામાં આવે તો કચ્છમાંથી શિવજી મહેશ્વરી,મહેસાણામાંથી રણછોડભાઈ, ચૌધરી પાટણથી પ્રભાતસિંહ સોલંકી, બનાસકાંઠાથી વિજય દવે અને સાબરકાંઠાથી બીપીનભાઈ ગામીતને લોકસભાના ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે જિલ્લા પ્રભારીમાં કચ્છ પૂર્વમાંથી ડૉ. કાઇનાત અન્સારી, કચ્છ પશ્ચિમમાંથી ડો નેહલ વૈદ, મોરબીમાંથી પંકજ રાનસરિયા, અમદાવાદ પૂર્વમાંથી હરેશ પટેલ, અમદાવાદ પશ્ચિમમાંથી દિનેશ કાપડિયા, આણંદથી ભાવેશ પંચાલ, ગાંધીનગરથી કમલેશ ઝવેરી ખેડામાંથી ભરત પટેલ જિલ્લા પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
નિમણૂક કરવામાં આવી: ચેતન રાવલને અમદાવાદ જિલ્લા પ્રભારી તરીકે નિમણૂક કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયેલ ચેતન રાવલને પણ અમદાવાદ જિલ્લા પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત આણંદથી અભિષેક પટેલ, અમદાવાદ ગ્રામ્યમાંથી અમરસિંહ ઠાકોર, ગાંધીનગર શહેરથી હરેશ કોઠારી, ગાંધીનગર ગ્રામ્યથી હસમુખ પટેલ, ખેડાથી મયુરધ્વજસિંહ ડાભીને જિલ્લા પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે બનાસકાંઠામાંથી આર.કે.પટેલ, મહેસાણાથી ભાસ્કરભાઈ પટેલ, પાટણથી પ્રશાંત ચૌધરી, અરવલ્લીથી રૂપસિંહભાઈ ભગોરા અને સાબરકાંઠાથી નરેન્દ્રસિંહ પરમારને જિલ્લા પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
લોકસભામાં સ્થાન મેળવ્યું:આમ આદમી પાર્ટીને ચૂંટણી ઇલેક્શન કમિશન દ્વારા રાષ્ટ્રીય પાર્ટી જાહેર કરી છે. હવે આમ આદમી પાર્ટી પૂરજોશમાં લોકસભાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટી દ્વારા કાર્યાલય ખાતે પણ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ સાથે પ્રદેશ પ્રમુખની સાથે મળીને બેઠક પણનું આયોજન કરવામાં આવતું હોય છે. હવે લોકસભાના ઇન્ચાર્જ તેમજ જિલ્લા પ્રભારી તરીકે નિમણૂક કરીને પોત પોતાની જવાબદારી પણ સોંપી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની પહેલી ચૂંટણીમાં 5 જેટલી બેઠકો મેળવી લોકસભામાં સ્થાન મેળવ્યું હતું. હવે ગુજરાતમાંથી પણ લોકસભાની બેઠક ઉપર જીત મેળવવા માટે મહેનત કરી રહી છે.