ETV Bharat / state

આપના પ્રમુખ ગોપાલ ઈટાલીયાની વધુ એક વખત થઈ ધરપકડ, પોલીસે આપ્યું આવું નિવેદન - Aam Aadmi Party workers

આમ આદમી પાર્ટીના પ્રમુખ (Aam Aadmi Party president) ગોપાલ ઈટાલીયા વધુ એક વખત મુશ્કેલીમાં વધારો થયો છે. ગોપાલ ઈટાલીયાની ભાવનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેને લઈ આમ આદમી પાર્ટીના કાર્યકરો (Aam Aadmi Party workers) દ્વારા પોલીસ સ્ટેશન બહાર ભારે હોબાળો મચાવ્યો હતો.

આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલીયા વધુ એક વખત થઈ ધરપકડ, ભાવનગર પોલાસે ના પાડી

author img

By

Published : Oct 27, 2022, 8:28 PM IST

Updated : Oct 27, 2022, 8:36 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) પહેલા આમ આદમી પાર્ટી ભારે મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ (President of Aam Aadmi Party) ગોપાલ ઈટાલીયા છેલ્લા ઘણા સમયથી ચર્ચા જોવા મળી રહ્યો છે. પહેલા ગોપાલ ઈટાલીયા વડાપ્રધાન તેમજ મહિલા પર અપશબ્દો બોલવા પર મહિલા આયોગ દ્વારા પણ દિલ્હી ખાતે પણ ધરપકડ કરવામાં આવી હતી.

પોસ્ટર લગાવવાની બાબતને લઈને તેમના પર હુમલો ગોપાલ ઈટાલીયા આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ઉમરાળાના ધોળા ગામે (Dhola village of Umrala) ‘આપ’ના કાર્યકરો પર હુમલો થયો હતો. દિવાળીની શુભેચ્છાના પોસ્ટર લગાવતા હતા. તે સમયે પોસ્ટર લગાવવાની બાબતને લઈને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકરો પર હુમલો થતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ આ ઘટના સામે આવતા જ સોશિયલ મીડિયા પર ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમાર પર આકરા શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી હતી. તે સમયે સવારે ગોપાલ ઈટાલિયા હોસ્પિટલમાં દાખલ ‘આપ’ કાર્યકરોની ખબર જાણવા ગયા હતા.

ભાજપના નેતાઓના ઇશારે પોલીસ દ્વારા ધરપકડ ત્યાંથી ગોપાલ ઈટાલિયાએ પોલીસને આ ઘટનામાં રજૂઆત કરવા કાર્યકરો સાથે જઈને કડકમાં કડક પગલાં લેવાય તેવી માંગ કરવાનું નક્કી કર્યું હતું. તેઓ ભાવનગરના ઉમરાળા પોલીસ સ્ટેશને (Umrala Police Station Bhavnagar) પહોંચ્યા. ‘આપ’ કાર્યકરોના હુમલા બાબતે પોલીસ ફરીયાદ હજૂ સુધી નહી લેવાતા, ઉમરાળા પોલીસ સ્ટેશને ફરીયાદ દાખલ કરવાની રજુઆત કરવા પહોંચેલા આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાની ભાજપના નેતાઓના ઇશારે પોલીસ દ્વારા ધરપકડ (Arrest of AAP Party Gopal Italia) કરવામાં આવી છે.

પોલીસ સ્ટેશન બહાર ભારે વિરોધ આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલીયા વધુ એક વખત મુશ્કેલીમાં વધારો થયો છે. ગોપાલ ઈટાલીયાની ભાવનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેને લઈ આમ આદમી પાર્ટીન કાર્યકરો દ્વારા પોલીસ સ્ટેશન બહાર ભારે હોબાળો મચાવ્યો હતો.

AAP પાર્ટીના ગોપાલ ઇટાલીયાની અટકાયત કરી લેવામાં આવી છે રવિન્દ્ર પટેલ ભાવનગરના DSPએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયાની અટકાયત કરી લેવામાં આવી છે. ધરપકડ પણ કરવામાં આવી છે. આ વાતને રદિયો આપતા DSP રવિન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે "ના એ વાત એકદમ ખોટી છે અટકાયત કે ધરપકડ કશું જ કરવામાં આવ્યું નથી."

ભાજપના નેતા પેથા હૂંબલના દબાણથી ધરપકડનો આરોપ આમ આદમી પાર્ટી દ્વારા ભાજપે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ધોળા જંકશનના ભાજપના ગુંડા પેથા હુંબલના દબાણથી ભાવનગર પોલીસે ગોપાલ ઈટાલીયાની ધરપકડ કરવામાં આવી છે. પેથા હુંબલ અને તેનો દિકરો પ્રતાપ હુંબલ ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમારના પાલતુ ગુંડાઓ છે અને ઉમરાળા તાલુકામાં એમનો ખુબ જ ત્રાસ છે. તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે.

Last Updated : Oct 27, 2022, 8:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.