ETV Bharat / state

ધોળકામાં 2 દિવસમાં કુલ 25 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા - અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાના કેસ

અમદાવાદની સાથે સાથે અમદાવાદ ગ્રામ્યમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે, ત્યારે ધોળકામાં બે દિવસમાં કુલ 25 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

dholka
dholka
author img

By

Published : May 7, 2020, 9:47 PM IST

અમદાવાદ: શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તાર અને જિલ્લામાં તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવતા ધોળકામાં બુધવાર અને ગુરુવારે કુલ 25 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા સમગ્ર શહેરમાં સનસનાટી વ્યપી ગઈ હતી. અમદાવાદ જિલ્લામાં આંકડો વધીને 82 પર પહોંચ્યો છે.

અમદાવાદથી માત્ર 30 કિલોમીટર દૂર આવેલા ધોળકામાં બે દિવસમાં કોરોનાના 25 પોઝિટિવ કેસ સામે આવતા તંત્રમાં નાસભાગ મચી હતી. જિલ્લામાં દસ્ક્રોઇ તાલુકા બાદ સૌથી વધુ 40 પોઝિટિવ કેસ બાદ હવે ધોળકા તાલુકામાં કુલ 30 નોંધાયા છે. આ સિવાય વિરમગામમાં પણ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાથી માત્ર બે લોકોના મોત નિપજ્યા છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંપર્કમાં આવનાર 434 લોકોને હોમ-ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે.

અમદાવાદના ગ્રામીણ અને જિલ્લામાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે. જેમાં 1.50 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ લાગતા 27 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતાં. છેલ્લા 24 કલાકમાં 37 હજાર જેટલા ઘરોનું સર્વિલન્સ કરવામાં આવ્યું છે. સોમવારે દસ્ક્રોઈ તાલુકામાં નવા 08 કેસ પોઝિટિવ આવતા કુલ આંકડો 54 પર પહોંચ્યો હતો.

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દિરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. દસક્રોઈમાં 40, ધોળકામાં 30 અને સાણંદમાં 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

નોંધનીય છે કે, આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.