અમદાવાદ: ગુજરાતમાં કોરોના સંકટ દિવસેને દિવસે ઘેરાતું જાય છે. તંત્ર દ્વારા બેકાબૂ બનેલા કોરોનાને કંટ્રોલ કરવા માટે દિવસ અને રાત મહેનત કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનરની રિવરફ્રન્ટ સ્થિત કચેરી ખાતે મુખ્ય સચિવ અનિલ મુકીમના અધ્યક્ષ સ્થાને ઉચ્ચસ્તરીય સમિતિની બેઠકનો દોર શરૂ થયો છે. આ બેઠકમાં અમદાવાદમાં કોરોના સંક્રમણની સર્જાયેલી પરિસ્થિતિનો અભ્યાસ કરવામાં આવશે. આ બેઠકમાં મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, ડો. રાજીવકુમાર ગુપ્તા, અમદાવાદ મ્યુ. કમિશનર ઇનચાર્જ મુકેશકુમાર સહીત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નેહરા કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવતા સેલ્ફ ક્વોરેન્ટાઇન થયાં છે. ત્યારે હવે અમદાવાદની કમાન IAS મુકેશકુમારના હાથમાં સોંપવામાં આવી છે. હાલ તેમની નિમણૂંક વિશેષ અધિકારી તરીકે કરવામાં આવી છે.