ETV Bharat / state

અમદાવાદના સિવિલમાં કોરોનાના દર્દીઓ માટે નવી હોસ્પિટલ ઉભી કરાઈ છે, કેવી છે હોસ્પિટલ જૂઓ વીડિયો… - સિવિલ હોસ્પિટલ વિડીયો

કોરોનાને લઇને આગામી દિવસોમાં વધુ કપરી પરિસ્થિતિ ઉભી થાય તો તેને પહોંચી વળવા માટે નવી સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની કોવિડ 19 હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. મુખ્યપ્રધાન રૂપાણીએ વિડિયો કોન્ફરન્સિંગથી આ હોસ્પિટલ નિહાળી તમામ સગવડો અંગે માહિતી મેળવી હતી

સિવિલમાં કોરોનાના દર્દીઓ માટે નવી હોસ્પિટલ ઉભી કરાઈ છે, કેવી છે હોસ્પિટલ જૂઓ વીડિયો…

author img

By

Published : Apr 1, 2020, 6:39 PM IST

અમદાવાદઃ ગુજરાતમાં દિનપ્રતિદિન કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આગામી દિવસોમાં વધુ કપરી પરિસ્થિતિ ઉભી થાય તો તેને પહોંચી વળવા માટે નવી સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની કોવિડ 19 હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. મુખ્યપ્રધાન રૂપાણીએ વિડિયો કોન્ફરન્સિંગથી આ હોસ્પિટલ નિહાળી હતી, અને તમામ સગવડો અંગે માહિતી મેળવી હતી.

સિવિલમાં કોરોનાના દર્દીઓ માટે નવી હોસ્પિટલ ઉભી કરાઈ છે, કેવી છે હોસ્પિટલ જૂઓ વીડિયો…
મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ પહેલી એપ્રિલના દિવસે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં યુધ્ધના ધોરણે ઉભી કરાયેલી કોરોના માટેની અલાયદી હોસ્પિટલની જનસંવાદ કેન્દ્રના માધ્યમથી જાત માહિતી મેળવી હતી. નવી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર- સુશ્રૂષા માટે ઉભી કરાયેલ સુવિધાઓની જાણકારી મેળવવા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. જી. એચ. રાઠોડ સાથે સંવાદ સાધી હોસ્પિટલમાં ઉભી કરવામાં આવેલી સુવિધાઓ- સગવડોની જાણકારી મેળવી મેળવી હતી.

સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. જી. એચ. રાઠોડે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ઉભી કરાયેલ ૧૨૦૦ બેડની હોસ્પિટલની તલસ્પર્શી વિગતો મુખ્યપ્રધાનને જણાવી હતી, જેમાં આઇ.સી.યુ., વેન્ટીલેટર, એક્સ -રે મશીન, ડાયાલિસિસ, દર્દીઓને રહેવા તથા જમવાની સુવિધાઓ અંગેની જાણકારી આપી હતી. મુખ્યપ્રધાન રૂપાણીએ ટૂંકાગાળામાં કોરોના માટેની જ યુધ્ધના ધોરણે ઉભી કરાયેલ અલાયદી હોસ્પિટલ તથા તેની તૈયારીઓને સંપૂર્ણ ઓપ આપવા માટે ડોક્ટર્સ તથા મેડિકલ સ્ટાફને અભિનંદન પાઠવ્યાં હતાં.

મેડિકલ વિભાગના વડા ડૉ. કમલેશ ઉપાધ્યાયે મુખ્યપ્રધાનને વિવિધ વિભાગોમાં ઉભી કરાયેલ સગવડો વિશેની માહિતી આપી હતી. આ વેળાએ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ તથા મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.