ETV Bharat / state

પરપ્રાંતીયોને મદદ માટે શરૂ કરાયું માર્ગદર્શન કેન્દ્ર, શ્રમિકો અને સરકાર વચ્ચે કડીરુપ કાર્ય - અક્ષર ટ્રાવેલ્સ

પરપ્રાંતીયોને પોતાના વતન મોકલવાનો મુદ્દો સરકાર માટે પેચીદો બન્યો છે. પરપ્રાંતીયો દ્વારા પણ પોતાને વતન મોકલવાની સતત માગ કરવામાં આવી રહી છે. ત્યારે સરકારને આ માટે મદદ કરવા અમદાવાદમાંની અક્ષર ટ્રાવેલ્સ સામે આવી છે. તે આ કામ વોલન્ટીઅર્સ તરીકે કરી રહ્યાં છે.

પરપ્રાંતીયોને મદદ માટે શરૂ કરાયું માર્ગદર્શન કેન્દ્ર, શ્રમિકો અને સરકાર વચ્ચે કડીરુપ કાર્ય

author img

By

Published : May 6, 2020, 3:42 PM IST

અમદાવાદ:છેલ્લા કેટલાય સમયથી લોકડાઉનને લઈને પરપ્રાંતિયોને પોતાના વતન મોકલવાનો મુદ્દો સરકાર માટે પેચીદો બન્યો છે. તેના કારણે રાજકારણ પણ ગરમાયુ છે.પરપ્રાંતીયો દ્વારા પણ પોતાને વતન મોકલવાની સતત માગ કરવામાં આવી રહી છે. પરંતુ સરકાર દ્વારા જે વ્યવસ્થા તેમને પોતાના વતન મોકલવા માટે કરવામાં આવી છે. તે ગૂંચવણ ભરેલી હતી. કારણ કે મોટાભાગના મજૂર વર્ગ જે ટ્રેનથી પોતાના વતન જેમ કે ઉત્તર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ કે મધ્યપ્રદેશ જવા માંગતો હતો,તેમને ઓનલાઈન અરજી કરવી પડતી હતી.

પરપ્રાંતીયોને મદદ માટે શરૂ કરાયું માર્ગદર્શન કેન્દ્ર, શ્રમિકો અને સરકાર વચ્ચે કડીરુપ કાર્ય
તેને લઈને મોટાભાગના અભણ મજૂર તે અરજી કરી શકતો ન હતો. તો બીજી તરફ જે હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યો હતો તે પણ સતત વ્યસ્ત કે બંધ આવતો હતો. પરિણામે સરકારે ઓફલાઈન પ્રક્રિયા શરૂ કરી હતી. પરંતુ તેમ છતાં પરપ્રાંતીયોની ભીડ કલેકટર કચેરીએ ભેગી થતી હતી.જેને લઇને વાયરસનું સંક્રમણ થવાની અને અવ્યવસ્થા પણ સર્જાવાની ભીતિ હતી.ત્યારે સરકારને આ માટે મદદ કરવા અમદાવાદમાંની અક્ષર ટ્રાવેલ્સ સામે આવી છે. તે આ કામ વોલન્ટીઅર્સ તરીકે કરી રહ્યા છે. ટ્રેન ક્યારે અને કેટલા વાગ્યાની છે ?, શું-શું પ્રમાણપત્ર ફોર્મ સાથે જોડવાના રહેશે ?વગેરે અનેક પ્રશ્નોના ઉત્તર અહી અક્ષર ટ્રાવેલ્સના એમ્પ્લોઇઝ દ્વારા આપવામા આવી રહ્યાં છે. દર મિનિટે ૩૦ થી ૪૦ ફોન એમ્પ્લોઇઝ દ્વારા રિસીવ કરવામાં આવી રહ્યાં છે.

આ સંપૂર્ણ ડેટા એક સોફ્ટવેર દ્વારા જનરેટ થશે અને તેની એક્સેલ શીટ બનાવીને સરકારને સુપરત કરાશે. જેથી સરકાર શ્રમિકો માટે ટ્રેનની વ્યવસ્થા કરી શકે.ચોક્કસ આ વ્યવસ્થાથી પરપ્રાંતના મજૂરોને ફાયદો થઈ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.