ETV Bharat / state

અમદાવાદમાં 982 ટીમ, 74 અર્બન હેલ્થ સેન્ટરના 1900 કર્મીઓ ફિલ્ડમાં છે: AMC કમિશનર

અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નહેરાએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપતા કહ્યું કે અમદાવાદમાં કોટ વિસ્તારમાં કેસો વધતાં સમગ્ર વિસ્તારને બફર ઝોનમાં મૂકાયાં બાદ આજે વધુને વધુ લોકોના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં આજે 982 ટીમ, 74 અર્બન હેલ્થ સેન્ટરના 1900 કર્મીઓ ફિલ્ડમાં છે: AMC કમિશનર

author img

By

Published : Apr 9, 2020, 2:45 PM IST

અમદાવાદ: શહેરમાં કોરોનાના સતત વધતાં કેસોને લઇને આરોગ્યવિભાગે શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાની કામગીરી વધુ સઘન બનાવી છે. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નહેરાએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપતા કહ્યું કે અમદાવાદમાં કોટ વિસ્તારમાં કેસો વધતા સમગ્ર વિસ્તારને બફર ઝોન જાહેર કરી લોકોનું મેડિકલ ચેકઅપ કરાઇ રહ્યું છે. આરોગ્યવિભાગની ટીમ દ્વારા વધુને વધુ લોકોના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે અમદાવાદમાં હજુ મોટી સંખ્યામાં કેસોમાં વધારો થઇ શકે છે.

તેમણે કહ્યું કે હજુ એક હજારથી વધુ સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ કોરોનાના કેસોમાં મોટો વધારો થાય તેવી સંપૂર્ણ શક્યતા છે. સાથે જ કમિશનર નહેરાએ સેમ્પલ લેવા માટે આવતાં આરોગ્યવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને સહકાર આપવા લોકોને અપીલ કરી છે.

અમદાવાદમાં આજે 982 ટીમ, 74 અર્બન હેલ્થ સેન્ટરના 1900 કર્મીઓ ફિલ્ડમાં છે: AMC કમિશનર
ગુજરાતમાં છેલ્લાં 12 કલાકમાં નોધાયેલાં 55 કેસમાંથી ફક્ત 50 કેસ અમદાવાદમાં નોંધાતાં આરોગ્યવિભાગ સહિત સમગ્ર ટીમ દોડતી થઈ ગઈ છે. અમદાવાદમાં હજુ 1000 લોકોના સેમ્પલનો રિપોર્ટ આવવાનો બાકી છે. અમદાવાદમાં 74 અર્બન હેલ્થ સેન્ટરના 982 ટીમ અને 1900 હેલ્થકર્મીઓ ફિલ્ડમાં લોકોની તપાસ કરી રહ્યાં છે. પરંતુ લોકો જ્યાં સુધી લૉક ડાઉનને સમજશે નહીં તો પછી પ્રશાસન કેટલું કરાવી શકશે. લોકો 21 દિવસના લૉકડાઉનના દિવસો ગણે છે. બસ હવે છૂટવાના 9 દિવસ બાકી પરંતુ ઘણાં લોકો લૉક ડાઉનને સમજ્યાં વિના પોતાની ફરવા જવાની ટેવને વશ કંઈપણ કામ વિના બહાર નીકળી પડે છે. સોસાયટીમાં ઓટલા મંડળ ભરીને બેસી જાય છે. અમદાવાદના કોટ વિસ્તારમાં કોરોનાના કેસને રોકવા માટે આરોગ્યવિભાગે શરૂ કરેલા મેગા સર્વે કામગીરીનો વિરોધ જોવા મળ્યો હતો. શહેરના લઘુમતી વિસ્તારમાં કેટલાક લોકોએ આરોગ્ય વિભાગની કામગીરીનો વિરોધ કર્યો અને તેઓને સર્વેની કોઈ જરૂર નથી તેમ પણ કહ્યું. કોરોનાના સંકટના કારણે કોટ વિસ્તારોને બફર ઝોન જાહેર કરાયાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.