કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સરકારી ફોર્મ્યુલા વડે કઈ રીતે પાક વીમાની ગણતરી કરવામાં આવે છે, તેના હિસાબે કેટલી રકમ થાય છે, અને સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે, તે પણ દર્શાવવામાં આવ્યું હતું.
કોંગ્રેસનો આક્ષેપ છે કે, અમરગઢ ગામમાં 90 ટકા જેટલી રકમ પાક વીમા હેઠળ ચૂકવવાની હતી પરંતુ સરકાર દ્વારા માત્ર 1.48 ટકા જ રકમ ચૂકવવામાં આવી. સરકાર કૃષિ એપમાંથી નુકસાનના આંકડા નહીં, પરંતુ પંચાયતમાંથી આંકડા લે છે. સરકાર નિયમ મુજબ પુરતું વળતર પણ ચૂકવતી નથી.
રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી થઈ છે, ત્યારે સરકારની વીમા કંપનીઓ સાથે મીલીભગત હોવાનો કોંગ્રેસનો આક્ષેપ પણ કર્યો છે. ખેડૂતોને તેમના દ્વારા ચુકવવામાં આવેલા પ્રીમિયમના પૂરા પૈસા જેટલું પણ વળતર મળ્યું નથી.
સમગ્ર પાક વીમા કૌભાંડ રાફેલ કરતાં પણ મોટું હોવાની શક્યતા છે, આથી સરકાર પાક વીમાને લગતી તમામ આંકડાકીય માહિતી રજૂ કરે તેવી માગ કોંગ્રેસે કરી છે.
બંને ગામના ઉદાહરણથી રાજ્યના અછતગ્રસ્ત 16 તાલુકાઓના 96 ગામોમાં પણ આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની શંકા વ્યક્ત કરી હતી. કૃષિ પ્રધાને વિધાનસભાના સદનમાં અનેકવાર કોંગ્રેસ તરફે રજૂઆત કરવા છતાં પાક વીમાને લગતા તમામ આંકડા જાહેર કરાયા નથી. આગામી સમયમાં કોંગ્રેસ આ મુદ્દે હાઇકોર્ટમાં રિટ દાખલ કરી શકે તેવી શક્યતા છે.