ETV Bharat / state

ગુજરાતના 35 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ, શું છે અન્ય જળાશયોની સ્થિતિ જૂઓ - જળાશયો

ગુજરાતમાં વરસી રહેલા સારા વરસાદને પગલે જળાશયોમાં(Heavy Rain in all over Gujara) પાણીની આવક થઈ છે. જેમાં રાજ્યના મુખ્ય 207 જળ પરિયોજનાઓમાં 60.08 ટકા જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર પરિયોજનામાં 63.32 ટકા જળસંગ્રહ(Reservoir in Sardar Sarovar Project) થયો છે.

ગુજરાતના 35 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ, શું છે અન્ય જળાશયોની સ્થિતિ જુઓ

author img

By

Published : Jul 25, 2022, 4:02 PM IST

અમદાવાદઃ ગુજરાતમાં પડી રહેલા સારા વરસાદને પરિણામે(Heavy Rain in all over Gujara) રાજ્યની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 25 જુલાઈ-2022 સુધીમાં 60.08 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2,11,555 એમસીએફટી(Reservoir in Sardar Sarovar Project)એટલે કે કુલ સંગ્રહ શક્તિના 63.32 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

આ પણ વાંચોઃ ભારે વરસાદની આગાહીના કારણે 32 ગામ એલર્ટ પર

જળાશયોમાં પાણીની સ્થિતિ - રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ (Reservoir in Sardar Sarovar Project) દ્વારા મળેલાં અહેવાલો મુજબ રાજ્યના 206 જળાશયોમાં 3,24,494 એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના 58.13 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યમાં 35 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે 41 જળાશયોમાં 70 ટકાથી 100 ટકાની વચ્ચે, 33 જળાશયો (સરદાર સરોવર સહિત)માં 50 ટકાથી 70 ટકાની વચ્ચે, 41 જળાશયોમાં 25 ટકાથી 50 ટકાની વચ્ચે, 56 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17 જળાશયો, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો, કચ્છના 20 જળાશયો અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ Rain in Himmatnagar : નવાનગર ગામે એકર તળાવ ઓવરફ્લો થતા લોકો જોવા ઉમટી પડ્યા

35 જળાશયો 100 ટકાથી વધુ ભરાયા - અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 35 જળાશયો 100 ટકાથી વધુ જ્યારે 18 જળાશયો 90 ટકાથી 100 ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. 8 જળાશયો 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર તથા 14 જળાશયો 70 ટકાથી 80 ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.