- બે વર્ષ બાદ લગ્નના મુહૂર્તન દિવસોમાં પાર્ટીપ્લોટ હાઉસફુલ
- સરકારે 400 લોકોની મજૂરી આપતા લોકોએ પાર્ટી પ્લોટમાં બુકીંગ શરૂ કર્યું
- પ્રિ કોરોનામાં 1 વર્ષ પહેલાં એડવાન્સ બુકીંગ જ્યારે ચાલુ વર્ષે 1 મહિના પહેલા એડવાન્સ બુકીંગ થઈ રહ્યું છે
અમદાવાદઃ કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં ઘટાડો જોતા લગ્ન માટે મળેલી મંજૂરી બાદ હવે લોકો લગ્ન માટે પાર્ટી પ્લોટની બુકીંગ(Booking wedding in party plot) કરવી રહ્યા છે. ત્યારે લગ્ન મુહૂર્તના દિવસે પાર્ટી પ્લોટ હાઉસફુલ જોવા મળી રહ્યા છે. છેલ્લા બે વર્ષની સરખામણીએ આ વર્ષે લગ્નનો(wedding season 2021) જમણવાર પર તો ગ્રહણ લાગ્યું જ છે પરંતુ હવે લગ્ન પ્રસંગ માટે પાર્ટી પ્લોટના બુકીંગમાં(wedding party plot 2021) પણ 30-35 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.
શું કહે છે પાર્ટી પ્લોટના મલિક?
મનોરમા પાર્ટી પ્લોટના મલિક હિરવ ત્રિવેદીનું જણાવ્યું કે, અગાઉ કોરોનાને કારણે બે વર્ષથી પાર્ટી પ્લોટ બંધ રહ્યા છે. હવે કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે 400 લોકોની મંજૂરી આપી છે. તેથી લોકો પાર્ટી પ્લોટના બુકીંગ(party plot decoration) માટે આવી રહ્યા છે. બે વર્ષમાં લગ્ન સમયે જેટલા લોકોની છૂટછાટ મળી તેટલી મર્યાદામાં પાર્ટી પ્લોટ જેવી મોટી જગ્યામાં લોકો લગ્નનું બુકીંગ કરાવતા ન હતા પણ હવે લોકો સરકારની મંજૂરી બાદ બુકીંગ કરાવી રહ્યા છે.
પ્રિ કોરોનાની સામે એડવાન્સ બુકીંગ ઓછું
હિરવ ત્રિવેદીએ ETV ભારતને જણાવ્યું હતું કે, જેટલું બુકીંગ કોરોના પહેલા થઈ રહ્યું હતું તે મુજબ હાલ બુકીંગ ખૂબ ઓછું છે. કોરોના પહેલા લગ્ન માટે પાર્ટી પ્લોટનું બુકીંગ(party plot design) એક વર્ષ પહેલા એડવાન્સમાં થતું હતું. પણ હવે કોરોનામાં લગ્ન સમયે મળતી છૂટછાટને જોતા લોકો એક મહિના પહેલા એડવાન્સ બુકીંગ(party plot plan) કરાવી રહ્યા છે. જો કે લોકો હવે પાર્ટી પ્લોટના બુકીંગ કરાવતા થયા છે.
આ ઉપરાંત જેવી રીતે બજારમાં અનેક વસ્તુઓનો વધારો થઇ રહ્યો છે, ત્યારે હવે પાર્ટી પ્લોટના બુકીંગના ભાવમાં(party plot price) વધારો થઈ રહ્યો છે. પહેલા કામ કરનાર વ્યક્તિઓ જે ચાર્જ લેતા હતા તેને હવે બમણી કિંમત ચૂક્વવી પડે છે. ભાવ વધારાના કારણે લોકો હવે પાર્ટી પ્લોટના બુકીંગ કરતા થોડો થડકારો ખાઈ જાય છે.
આ પણ વાંચોઃ લગ્નનો જમણવાર મોંઘો: તમામ ચીજ વસ્તુઓના ભાવ થયો બમણો, સાદી ડિશના ભાવ...
આ પણ વાંચોઃ લગ્નવિધિમાં ફેરાઓનું મહત્વ શું ? જાણો વર અને વધુ એકબીજા સાથે કઈ પ્રતિજ્ઞાઓ લે છે...