ETV Bharat / state

અમદાવાદ ગ્રામ્ય: 24 કલાકમાં કોરોનાના 26 કેસ નોંધાયા, કુલ સંખ્યા 1808 થઈ - કોરોના વાઇરસ

અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સોમવાર સાંજ સુધીમાં નવા 26 કેસ નોંધાતા કુલ આંકડો 1808 પર પહોંચ્યો છે. નોંધનીય છે કે, અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના આંકડામાં અમદાવાદ શહેરના આંકડા સામેલ કરવામાં આવ્યા નથી. આ સાથે જ અમદાવાદ જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકામાં કોરોના પોઝિટિવનો આંકડો 400ને વટાવી ગયો છે.

અમદાવાદ ગ્રામ્ય કોરોના
અમદાવાદ ગ્રામ્ય કોરોના
author img

By

Published : Aug 31, 2020, 10:42 PM IST

અમદાવાદઃ જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 424 અને સાણંદમાં 417 નોંધાયા છે, જે કુલ કેસના લગભગ 50 ટકા જેટલું થાય છે. દસક્રોઈ 290, બાવળામાં 207 કેસ નોંધાયા છે. હવે મૂળ ધોળકા અને સાણંદમાં કોરોના ફેલાઈ રહ્યું છે. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાન ધંધુકા 138 વિરમગામ 198, બાવળા 207 અને માંડલ તાલુકામાં 78 કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનથી પણ 58 દર્દીઓના મોત નીપજ્યાં છે.

અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે જેમાં 1.11 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 29 હજાર જેટલા ઘરોનું સર્વિલાન્સ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે.

ધોળકામાં 424 અને સાણંદમાં 417 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.