ઇન્કમટેક્ષ રીફંડ આપવાના બહાને છેતરપીંડી કરનાર આરોપીઓ ઇન્કમટેક્ષ રીફંડ મેળવવા માટેની લીંક મોકલીને લોકો પાસેથી બેંકએકાઉન્ટની વિગત અને અન્ય માહિતી મેળવી લેતા હતા. માહિતી મેળવ્યા બાદ ભોગ બનનારના એકાઉન્ટમાંથી જાણ બહાર પૈસા ઉપાડી લેતા હતા.
આ મામલે સાયબર ક્રાઈમે અગાઉ 7 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી 3 આરોપીઓ નાઈજીરિયન હતા ત્યારે આજે વધુ 2 આરોપીઓને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યા છે આ આરોપીઓ પણ નાઈજીરિયન જ છે. નાઈજીરિયન આરોપીઓ ભણવાના વિઝાના બહાને ભારત આવ્યા હતા.