અમદાવાદ : અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભાના વિદ્યાજ્ઞાન પર્વમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ પર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા પંચ-પ્રણ પૈકી એક વારસાનું જતન ગુજરાત વિદ્યાસભા કરી રહી છે. ગુજરાતી તરીકે આપણને સૌને ગુજરાતી ભાષાનું ગૌરવ હોવું જોઈએ. ગુજરાતી ભાષા પ્રત્યે જાગૃતિ અને તેના સંવર્ધન માટે ગુજરાત વિદ્યાસભાના દરેક પ્રયાસમાં સરકાર સહભાગી બનવા તૈયાર છે, તેવી ખાતરી પણ તેમણે આપી હતી.
વિકસિત ભારતના પંચ પ્રણ પૈકી સાહિત્યિક વારસાનું જતન વિદ્યાસભા કરી રહી છે. ગુજરાતીઓને ગુજરાતી ભાષાનું ગૌરવ હોવું જોઈએ. રાજ્ય સરકારે ગુજરાતી ભાષાનું મહત્ત્વ સમજી ધો.1થી 8માં ફરજિયાત બનાવ્યું છે.ગુજરાતી ભાષા પ્રત્યે જાગૃતિ અને તેના સંવર્ધન માટે ગુજરાત વિદ્યાસભાના દરેક પ્રયાસમાં સરકાર સહભાગી બનવા તૈયાર છે..ભૂપેન્દ્ર પટેલ ( મુખ્યપ્રધાન )
માતૃભાષા ગુજરાતીને શિક્ષણમાં પ્રાથમિકતા : અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભાના ૧૭૫મા વિદ્યાજ્ઞાન પર્વમાં ઉપસ્થિત રહેતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેનું ઉદાહરણ આપતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સરકારે માતૃભાષા ગુજરાતીને શિક્ષણમાં પ્રાથમિકતા આપવા માટે ધોરણ એકથી આઠમાં ગુજરાતી શિક્ષણને ફરજિયાત બનાવ્યું છે.
-
#WATCH | Gujarat Chief Minister Bhupendra Patel attends 'Vidyagyan Parv' in Ahmedabad pic.twitter.com/vKrtDObAbl
— ANI (@ANI) December 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Gujarat Chief Minister Bhupendra Patel attends 'Vidyagyan Parv' in Ahmedabad pic.twitter.com/vKrtDObAbl
— ANI (@ANI) December 26, 2023#WATCH | Gujarat Chief Minister Bhupendra Patel attends 'Vidyagyan Parv' in Ahmedabad pic.twitter.com/vKrtDObAbl
— ANI (@ANI) December 26, 2023
વાઇબ્રન્ટ ગુજરાત વિશે વાત કરી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશીની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યું કે, ભારતમાં સ્થિર અને સક્ષમ નેતૃત્વને કારણે આજે માત્ર દેશના જ નહીં દુનિયાભરના લોકોમાં ભારત પરનો વિશ્વાસ વધી રહ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાતને પગલે કરેલા વિદેશ પ્રવાસનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું કે વિદેશી ઉદ્યોગકારો રોકાણકારો ભારત સાથે આર્થિક સંબંધો સ્થાપવા ઉત્સુક છે. અને રોકાણ માટે ભારતમાં પણ ગુજરાત પહેલી પસંદ છે.
ગુજરાત વિદ્યાસભાની અવિરત યાત્રાનું વિમોચન : ઉલ્લેખનીય છે કે, 1849માં એલેક્ઝાન્ડર કીન્લોક ફોર્બ્સ અને કવિ દલપતરામ દ્વારા ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી. જે પછીથી ગુજરાત વિદ્યાસભા તરીકે વિખ્યાત બની. જેના પ્રારંભથી લઈને વર્તમાન સુધીની યાત્રાના દસ્તાવરજીકરણને દર્શાવતી પુસ્તિકા 'ગુજરાત વિદ્યાસભાની અવિરત યાત્રા'નું વિમોચન મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
મહાનુભાવોની ઉપસ્થિત : આજના પ્રસંગે ગુજરાત વિદ્યાસભાના અધ્યક્ષ શ્રેયાંશભાઈ શાહ, ભૂતપૂર્વ મુખ્ય સચિવ પી.કે.લહેરી, વરિષ્ઠ ઇતિહાસકાર મકરંદ મહેતા અને તેમના ધર્મપત્ની શિરીનબેન મહેતા, લોર્ડ મેઘનાથ દેસાઈ, કુમારપાળ દેસાઈ તેમજ એચ. કે. કોલેજના પ્રાધ્યાપક ઉપરાંત સાહિત્યરસિકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.