અમદાવાદઃ કોરોના વાઈરસનો કહેર વધી રહ્યો છે, ત્યારે અમદાવાદની કલેકટર કચેરીમાં પણ 11 કર્મચારીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં નાયબ મામાલતદારનું મોત થયું છે, જ્યારે અન્ય કર્મીઓ સારવાર હેઠળ છે.
શહેરમાં આવેલી કલેકટર કચેરીમાં અનેક લોકોની અવરજવર થતી હોય છે જેના કારણે કોરોના કલેકટર કચેરીએ પહોંચ્યો છે.કલેકટર કચેરીમાં કામ કરતા કર્મચારીઓ પણ કોરોના વાઈરસમાં સપડાયા છે.
કુલ 11 કર્મચારી અને અધિકારીના કોરોના પોઝિટિવ આવ્યા હતા જે પૈકી 1 નાયબ મામલતદાર દિનેશ રાવલ15 દિવસથી દાખલ હતા અને જેમનું ગઈ કાલે મોત નીપજ્યું ચજે જ્યારે ત્રણ મામલતદારને કોરોના પોઝિટિવ આવતા સારવાર હેઠળ છે. રેસિડેન્ટ એડિશનલ કલેકટરના પીએનો પણ કોરોના પોઝિટિવ છે અને તેઓ પણ સારવાર હેઠળ છે.
આમ તમામ કર્મીઓ હાલ સારવાર મેળવી રહ્યા છે,11 પોઝિટિવ કેસ આવતા કલેકટર કચેરીમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. જેથી એડિશનલ કલેકટર પણ રજા પર ઉતરી ગયા હતા. જ્યારે અન્ય કર્મચારીઓને કોરેન્ટાઈન પણ કરવામાં આવ્યા છે.