અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા શફી મંઝીલમાં મંગળવારે 11 નવા વધુ કેસ નોંધાયાં હતાં. ગત સપ્તાહ દરમિયાન આ વિસ્તારમાંથી 31 કેસ નોંધાયા હતાં. કાલુપુર, દરિયાપુર સહિતના હોટસ્પોટ વિસ્તારમાં વધુ કેસ નોંધાઈ રહ્યાં છે જોકે અન્ય વિસ્તારોમાંથી પણ કોરોના કેસ સામે આવી રહ્યાં છે. નવરંગપુરામાં એક જ પરિવારના છ લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે. નવા નરોડા અને ઓઢવ વિસ્તારને પણ નવા હોટસ્પોટ જાહેર કરાયાં છે.
નોંધનીય છે કે 14મી એપ્રિલ સુધીમાં રાજ્યમાં કુલ 617 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયાં છે. જે પૈકી સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 351 કેસ નોંધાંયા છે. અમદાવાદ શહેરમાં કોરોના પોઝિટિવ આવતાં મોટાભાગના દર્દીઓની સરદાર પટેલ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ અસારવા, સોલા સિવિલ હોસ્પિટલમાં અને એલ.જી. હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવે છે.
કાલુપુર, દરિયાપુર બાદ દાણીલીમડા પણ હોટસ્પોટ, આજે નવા 11 કેસ નોંધાયાં - કોરોના હોટસ્પોટ
અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 351 સુધી પહોંચી છે.અમદાવાદમાં કેટલાક હોટસ્પોટ વિસ્તાર છે કે જ્યાં આ કેસ સંખ્યાબંધ રીતે વધી રહ્યાં છે. ૧૪મી એપ્રિલના રોજ જારી કરાયેલા આંકડા પ્રમાણે શહેરમાં 31 કેસ નોંધાયાં જે પૈકી 11 કેસ દાણીલીમડા વિસ્તારમાંથી નોંધાયાં છે.