અમદાવાદઃ કોરોના વાઇરસને નાથવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તનતોડ મહેનત કરી રહ્યું છે. તેમ છતાં આંકડો 5000ને પાર પહોંચવાની તૈયારીમાં છે, ત્યારે આવા સમયે અમદાવાદ મનપા દ્વારા હોટલોને કોવિડ કેર સેન્ટરમાં પરિવર્તન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદની 104 હોટેલમાં કોવિડ 19 સારવાર ઉભી કરશે. 104 હોટેલના 3175 બેડની સુવિધા ઉભી કરવામાં આવશે.
![અમદાવાદ શહેરની 104 જેટલી હોટેલોને કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-32-amc-7207084_08052020202236_0805f_1588949556_23.jpg)
મધ્ય ઝોનમાં 3 હોટેલમાં 300 બેડની સુવિધા, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 5 હોટેલમાં 500 બેડની સુવિધા, દક્ષિણ પશ્ચિમ ઝોનની 5 હોટેલમાં 402 બેડની સુવિધા, દક્ષિણ ઝોનની 55 હોટેલમાં 796 બેડની સુવિધા ઉભી કરશે, પૂર્વ ઝોનની 12 હોટેલમાં 267 બેડની સુવિધા ઉભી કરશે, પશ્ચિમ ઝોનની 17 હોટેલમાં 677 બેડની સુવિધા ઉભી કરશે, ઉત્તર ઝોનની 7 હોટેલમાં 233 બેડની સુવિધા ઉભી કરશે.
દરેક ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર તેમજ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નરને તેમના હોદ્દાની જવાબદારી આપી દેવામાં આવી છે. તેમજ તેમને દરેક સૂચનાનું અમલ કરવા પણ જણાવી દેવામાં આવ્યું છે.