અમદાવાદઃ શહેર મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ પત્રકાર પરિષદ યોજીના અમદાવાદમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કેસોની સંખ્યા જોતા અમદાવાદના 10 વોર્ડને કોરોનાના રેડ ઝોનમાં મૂકાયા છે અને કોટ વિસ્તારની સ્થિતિ અંત્યત ગંભીર હોવાની વાત પણ કરી હતી.
શહેરમાં 245 નવા કેસ 20ના મોત થયા છે. 2815 એક્ટિવ કેસ છે. 37 લોકો વેન્ટિલેટર પર છે. કુલ કેસ 3533 નોંધાયા છે.
શહેરના મધ્ય ઝોનનામાં જમાલપુર, ખાડિયા, દરિયાપુર, શાહપુર, અસારવા અને દક્ષિણ ઝોનના બહેરામ પુરા, દામીલીમડા અને મણીનગરનો સમાવેશ થાય છે. ઉત્તર ઝોનનો સરસ પુર અને પૂર્વ ઝોનનો ગોમતીપુર એમ 10 વોર્ડને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
જમાલપુર અને કોટ વિસ્તારમાં ગંભીરતા જાળવવી જરૂરી છે. હવે નિષ્કાળજી ખરેખર ખુબ ગંભીર મુશ્કેલીમાં મૂકી શકે છે. રમઝાનની ઉજવણી ઘરમાં જ કરો. ઘરની બહાર ન નીકળશો. રાતે પણ તમે ઘરની બહાર નીકળો છો જેને કારણે ચેપ પ્રસરી રહ્યો છે.