- ભારતીય મહિલા હોકી ટીમ અને ગ્રેટ બ્રિટન ટીમ વચ્ચે પૂલ એ ગ્રુપની યોજાઈ મેચ
- મહિલા હોકી ટીમને ગ્રેટ બ્રિટનની ટીમે હરાવી
- 4-1થી ભારતીય ટીમને હરાવી
ટોક્યો: ટોક્યો ઓલિમ્પિક્સમાં જાપાનના ઓઈ હોકી સ્ટેડિયમ ખાતે ભારતીય મહિલા હોકી ટીમ અને ગ્રેટ બ્રિટન ટીમ વચ્ચે પૂલ એ ગ્રુપની મેચ રમાઇ હતી. જેમાં ભારતીય ટીમની હાર થઈ છે. આ મેચના પ્રથમ ક્વાર્ટરના બીજા મિનિટ પર, બ્રિટિશ ટીમ માટે હેના માર્ટિને ગોલ કરીને લીડ લીધી હતી.
ભારતીય ટીમે સતત આક્રમકતા બતાવી હતી
આ સમય સુધીમાં યુકેની ટીમે ભારતીય ટીમ પર પોતાની પકડ વધુ મજબુત કરી હતી. મેચ આગળ વધી અને યુકેની ટીમ વતી, હેનાએ વધુ એક વખત તકને ગોલમાં પરિવર્તિત કરી હતી. ત્યારે બ્રિટને ભારત સામે 2-0ની મજબૂત લીડ મેળવી લીધી હતી. આ પછી, ભારતીય ટીમે સતત આક્રમકતા બતાવી હતી અને 23 મી મિનિટમાં વાપસી કરીને એક ગોલ કર્યો હતો. આ ગોલ ભારત તરફથી શર્મિલા દેવીએ કર્યો હતો.
આ પણ વાંચો- Tokyo Olympics 2020, Day 6: બેડમિન્ટનમાં પીવી સિંધુએ યી નાંગ ચુંગને 21-9, 21-16 થી હરાવી
ભારતીય ટીમને ઘણા પેનલ્ટી કોર્નરના રૂપમાં ગોલ કરવાની મળી હતી તકો
યુકેની ટીમ અને ભારત વચ્ચે ખાલી એક ગોલનું અંતર હતું અને તેને પૂર્ણ કરવા ભારતીય ટીમને ઘણા પેનલ્ટી કોર્નરના રૂપમાં તકો મળી હતી, પરંતુ તેઓ તેમને ગોલમાં રૂપાંતરિત કરી શક્યા ન હતા. જોકે, બ્રિટનની ટીમ બીજો ગોલ કરવામાં સફળ રહી હતી. 41 મી મિનિટમાં બ્રિટન તરફથી લીલી ઓવેસ્લેએ ગોલ કરીને સ્કોરને 3-1 સુધી પહોંચાડ્યો હતો. ત્યારબાદ બ્રિટનના ગ્રેસ બેલ્ડેને 57 મી મિનિટમાં બીજો ગોલ ફટકારીને 4-1ની મજબુત પકડ બનાવી લીધી હતી અને ભારતની ટીમની હાર થઈ હતી.
આ પણ વાંચોઃ ટોકિયો ઓલિમ્પિક: 28 જુલાઇનો ભારતનો કાર્યક્રમ