ETV Bharat / sports

Tokyo Olympics 2020, Day 5: ભારતીય મેન્સ હોકી ટીમે સ્પેનને હરાવ્યું - ટોક્યો ઓલિમ્પિક 2020 લેટેસ્ટ ન્યૂઝ

ટોક્યો ઓલિમ્પિકની હોકીની મેચમાં ભારતીય ટીમે સ્પેનને હરાવી દીધું છે. ભારતીય પુરૂષની હોકી ટીમે સ્પેનને 3-0થી હરાવીને શાનદાર વાપસી કરી હતી. આ પહેલા ભારતીય ટીમની ઓસ્ટ્રેલિયા સામે 7-1થી કરારી હાર થઈ હતી.

ભારતીય મેન્સ હોકી ટીમે સ્પેનને હરાવ્યું
ભારતીય મેન્સ હોકી ટીમે સ્પેનને હરાવ્યું
author img

By

Published : Jul 27, 2021, 8:49 AM IST

  • ભારતીય હોકી ટીમે કરી શાનદાર વાપસી
  • સ્પેનને 3-0થી હરાવ્યું
  • રૂપેન્દ્રપાલસિંહે શાનદાર બે ગોલ કર્યા

ટોક્યોઃ ભારતીય હોકી ટીમે ટોક્યોના ઓઇ હોકી સ્ટેડિયમ ખાતે ગ્રુપ સ્ટેજ મેચમાં સ્પેનને 3-0થી હરાવીને વાપસી કરી હતી. આ પહેલા ઓસ્ટ્રેલિયા સામે ભારત 7-1 થી હાર્યુ હતું. જેથી ખેલાડીઓના મનોબળ ઉપર ઘણો પ્રભાવ પડ્યો હતો. તેમજ ગ્રુપની સ્થિતિ પર પણ ઘણી અસર થઈ હતી. આ દરમિયાન ભારતીય ફુલ બેક પ્લેયર રૂપેન્દ્રપાલસિંહે શાનદાર પ્રદર્શન કરતા 2 ગોલ કર્યા હતા અને ભારતનો વિજય સુનિશ્ચિત કર્યો હતો.

સિમરનજીત સિંહે એક જ્યારે રૂપેન્દ્રપાલસિંહે બે ગોલ કર્યા

ભારત તરફથી આ મેચમાં પ્રથમ ક્વાર્ટરના 13 મી મિનિટમાં સિમરનજીત સિંહે ગોલ કર્યો હતો, ત્યારબાદ રૂપેન્દ્રપાલસિંહે 15 મી મિનિટમાં મળેલી પેનલ્ટી સ્ટ્રોકને ગોલમાં કન્વર્ટ કરી દીધો હતો. આ ઉપરાંત ચોથા ક્વાર્ટરમાં રૂપેન્દ્રપાલસિંહે 51મી મિનિટમાં બીજો ગોલ કર્યો હતો. જેથી ભારતની ટીમના ત્રણ ગોલ થયા હતા, જ્યારે સ્પેનની ટીમ એકપણ ગોલ કરી શકી ન હતી અને ભારતની ટીમની 3-1થી જીત થઈ હતી.

આ પણ વાંચોઃ Tokyo olympics 2020, Day 5: 10 મીટર એર પિસ્તોલની જોડી મનુ ભાકર અને સૌરભ ચૌધરીની ઓલિમ્પિક સફળ થઈ ખત્મ

ભારતની આગામી મેચ આર્જેન્ટિના સામે

ભારતની આગામી મેચ 29 જુલાઈએ ભારતીય સમય મુજબ સવારે 6 વાગ્યે આર્જેન્ટિના સામે છે.

આ પણ વાંચોઃ Tokyo Olympics 2020 : જાણો 5માં દિવસે ભારતના ક્યા રમતવીરો જોવા મળશે એક્શનમાં…

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.