- મનુ ભાકર અને સૌરભ ચૌધરીની જોડી બહાર
- ક્વોલિફિકેશનના બીજા રાઉન્ડમાં ફક્ત 7 મું સ્થાન જ મેળવી શક્યા
- આ રાઉન્ડમાં, પ્રથમ બે સ્થાનની ટીમ ગોલ્ડ મેડલ મેચ માટે જાય છે
ટોક્યો: ટોક્યો ઓલિમ્પિકમાં આજે મંગળવારે પાંચમાં દિવસે ભારત માટે ખરાબ સમાચાર આવ્યા છે. ભારતીય 10 મીટર એર પિસ્તોલની જોડી મનુ ભાકર અને સૌરભ ચૌધરીની જોડી ઓલિમ્પિક માંથી બહાર થઈ ગઈ છે. તેઓ ક્વોલિફિકેશનના બીજા રાઉન્ડમાં ફક્ત 7 મું સ્થાન જ મેળવી શક્યા હતા. જેથી તેની ઓલિમ્પિકની સફળ અહીં ખત્મ થઈ છે. આ રાઉન્ડમાં, પ્રથમ બે સ્થાનની ટીમ ગોલ્ડ મેડલ મેચ માટે જાય છે, જ્યારે ત્રીજા અને ચોથા સ્થાનની ટીમો બ્રોન્ઝ મેડલ માટે જાય છે.
પ્રથમ રાઉન્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું
ઉલ્લેખનિય છે કે, મનુ ભાકર અને સૌરભ ચૌધરીએ ક્વોલિફિકેશનના પ્રથમ રાઉન્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જોકે, બીજા રાઉન્ડમાં 7 મું સ્થાન મેળવતા તેઓની જોડી ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગઈ છે.
આ પણ વાંચોઃ Tokyo Olympics 2020 : જાણો 5માં દિવસે ભારતના ક્યા રમતવીરો જોવા મળશે એક્શનમાં…
યશસ્વિની દેસવાલ અને અભિષેક વર્માની જોડી પણ બહાર
10 મીટર એર પોસ્તોલની ભારતીય જોડી યશસ્વિની દેસવાલ અને અભિષેક વર્મા પણ ઓલિમ્પિકમાં સફળ પહેલા જ ખત્મ થઈ હતી. તેઓ ક્વોલિફેકશનના પ્રથમ રાઉન્ડમાં ટોપ-8માં જગ્યા બનાવી શક્યા ન હતા.
આ પણ વાંચોઃ Tokyo Olympics 2020: સીલ્વર મેડલીસ્ટ મીરાબાઇ ચાનૂ ભારત પરત ફરી