- બોક્સર લવલીનાએ ક્વાર્ટર ફાઈનલમાં 4-1 થી મેળવી જીત
- ચીની તાઈપેઈના ખેલાડી નિઆન ચિન ચેનને હરાવી
- ભારત માટે એક મેડલ પાક્કો કર્યો
ટોક્યો: ટોક્યો ઓલિમ્પિકમાં આજે શુક્રવારે 8મો દિવસ છે. આજના દિવસની શરૂઆત ભારત માટે ખુબ સારી થઈ છે. ભારતની મહિલા બોક્સર લવલીના બોરગોહેને અરેના ખાતે આયોજિત 69 કિલો વજન વર્ગની ક્વાર્ટર ફાઈનલમાં 4-1 થી જીત મેળવી છે. આ સાથે જ લવલીનાએ સેમીફાઈનલમાં પ્રવેશ મેળવી ભારત માટે એક મેડલ પાક્કો કર્યો છે.
નિઆન ચિન ચેનને લવલિનાએ ત્રીજા રાઉન્ડમાં હરાવી
લવલીનાનો સામનો ચીની તાઈપેઈના ખેલાડી નિઆન ચિન ચેન સાથે થયો હતો, જેને લવલિનાએ ત્રીજા રાઉન્ડમાં હરાવી હતી. આ સાથે, લવલીનાએ સેમિફાઇનલમાં પહોંચીને ભારત માટે એક મેડલ સુનિશ્ચિત કર્યો છે. આ પહેલા, લવલીનાએ મંગળવારે કુકુગીકન એરેના ખાતે રમાયેલી અંતિમ-16 રાઉન્ડની મેચમાં જર્મનીની નાડિના આપ્ટેજને 3-2થી હરાવી હતી.
આ પણ વાંચો: Tokyo Olympics 2020 : જાણો 8માં દિવસે ક્યા ખેલાડીઓ પર રહેશે નજર...