- સ્કીટ શૂટિંગમાં મૈરાજ ખાને કરી સારી શરૂઆત
- પ્રથમ રાઉન્ડમાં તમામ 25 ટાર્ગેટ પૂર્ણ કર્યા
- અંગદ બાજવા 24 હિટ સાથે 22માં સ્થાને રહ્યો
ટોક્યોઃ ટોક્યો ઓલિમ્પિક્સમાં ક્વોલિફાઇના પ્રથમ દિવસે પુરૂષોના સ્કીટ શૂટિંગમાં ભારતીય શૂટર અંગદ વિર સિંહ બૈજવાએ 10 મું અને મેરાજ અહમદ ખાને 25મું સ્થાન મેળવ્યું હતું. ટોક્યોમાં અસાકા શૂટિંગ રેજમાં શોટગન રેંજ સ્પર્ધામાં Mairaj Khan એ સારી શરૂઆત કરી હતી અને પ્રથમ રાઉન્ડમાં તમામ 25 ટાર્ગેટ પૂર્ણ કર્યા હતા. જ્યારે અંગદ બાજવા 24 હિટ સાથે 22માં સ્થાને રહ્યો હતો.
ત્રીજા રાઉન્ડમાં, અનુભવી મૈરાજ ખાને ત્રણ ટાર્ગેટ ચૂક્યો
બીજા રાઉન્ડમાં સ્ટેશન 4 પર મૈરાજ ખાને એક ટાર્ગેટને હિટ કરવાથી ચૂકી ગયો હતો અને ફક્ટ 24 ટાર્ગેટને જ નિશાન લગાવી શક્યો હતો. બીજી તરફ અંગદ બાજવાએ તમામ ટાર્ગેટને હિટ કર્યુ હતું. ત્રીજા રાઉન્ડમાં, અનુભવી મૈરાજ ખાને ત્રણ ટાર્ગેટ ચૂકી ગયો હતો અને ફક્ટ 22 જ નિશાન લગાવી શક્યો હતો. જ્યારે અગંદ બાજવાએ 24 ટાર્ગેટને નિશાન બનાવ્યા હતા અને સ્ટેશન 5 મા પણ ફક્ટ એક જ ચૂક્યો હતો.
પુરુષોની સ્કીટ શૂટિંગ સ્પર્ધાની ફાઇનલ સોમવારે
અગદ બાજવા હવે 73 ના કુલ સ્કોર સાથે આઠવા સ્થાને છે અને મૈરાજ ખાન 71ના કુલ સ્કોરની સાથે 25માં સ્થાને છે. યુએસએના વિન્સેન્ટ હેનકોકે ત્રણેય રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતું અને 75 પોઈન્ટ સાથે ટોપ પર છે. ક્વોલીફાઈંગમાં ટોપ પર રહેલા 6 નિશાનેબાજો ફાઈનલમાં પ્રવેશ કરે છે. ક્વોલિફાઇના બાકીના બે રાઉન્ડ અને પુરુષોની સ્કીટ શૂટિંગ સ્પર્ધાની ફાઇનલ સોમવારે યોજાશે.