- ભારતની દિગ્ગજ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા પરત ફરી મેદાને
- સાથી આન્દ્રેજા ક્લેપૈક સાથે કતાર ટોટલ ઓપનમાં કર્યો પ્રવેશ
- સાનિયા મિર્ઝાએ સોમવારે ડબ્લ્યૂટીએ સર્કિટમાં જીત મેળવી
-
Impressive order of play tomorrow in Doha, including 5 Grand Slam champions and three former number 1 pic.twitter.com/mZ9kTpBlrc
— José Morgado (@josemorgado) February 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Impressive order of play tomorrow in Doha, including 5 Grand Slam champions and three former number 1 pic.twitter.com/mZ9kTpBlrc
— José Morgado (@josemorgado) February 28, 2021Impressive order of play tomorrow in Doha, including 5 Grand Slam champions and three former number 1 pic.twitter.com/mZ9kTpBlrc
— José Morgado (@josemorgado) February 28, 2021
-
દોહાઃ ભારતની દિગ્ગજ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ સોમવારે ડબ્લ્યૂટીએ સર્કિટમાં જીત મેળવી હતી. તેમણે અહીં સ્લોવેનિયાઈ સાથી આન્દ્રેજા ક્લેપૈક સાથે કતાર ટોટલ ઓપનના ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારત-સ્લોવેનિયાની આ જોડીએ ડબ્લ્યૂટીએ 500 ટૂર્નામેન્ટમાં શરૂઆતમાં જ યુક્રેનની નાડિયા કિચેનોક અને લ્યૂડમિલા કિચેનોક સામે 6.4, 6-7 (5), 10-5થી જીત મેળવી લીધી છે.
સાનિયાએ જાન્યુઆરી 2020માં હોબાર્ટ ઓપનનો ખિતાબ જીત્યો હતો
છેલ્લા 12 મહિનામાં સાનિયાની આ પહેલી મેચ હતી અને સંયોગથી આ દોહા ઓપનમાં હતી, જ્યાં તેમણે ફેબ્રુઆરી 2020માં છેલ્લી વખત મેચ રમી હતી, જ્યારે વિશ્વભરમાં ટેનિસ ખેલાડીઓને કોવિડ-19ના કારણે રોકી દેવામાં આવ્યા હતા. સાનિયા પોતે પણ આ વર્ષની શરૂઆતમાં કોરોના વાઈરસની ઝપેટમાં આવી ગઈ હતી. માતૃત્વ અવકાશ બાદ સાનિયા જ્યારે ટેનિસમાં પરત ફરી તો તેમણે નાડિયાની સાથે જ જોડી બનાવી હતી અને જાન્યુઆરી 2020માં હોબાર્ટ ઓપનનો ખિતાબ જીત્યો હતો.