ETV Bharat / sports

થાઈલેન્ડ ઓપનના બીજા રાઉન્ડમાં પીવી સિંધુનો પ્રવેશ, કહ્યું- આ જીત સારા પ્રદર્શન માટે પ્રેરિત કરશે - પહેલો રાઉન્ડ

થાઈલેન્ડ ઓપનના પહેલા રાઉન્ડમાં પીવી સિંધુએ જીત મેળવી લીધી છે. જ્યારે બીજા રાઉન્ડમાં પણ જગ્યા બનાવનારી ભારતીય સ્ટાર શટલર પીવી સિંધુએ આ અંગે કહ્યું હતું કે, આ જીત મને આગામી મેચમાં સારું પ્રદર્શન કરવા માટે ખૂબ જ પ્રેરિત કરશે.

થાઈલેન્ડ ઓપનના બીજા રાઉન્ડમાં પીવી સિંધુનો પ્રવેશ, કહ્યું, આ જીત સારા પ્રદર્શન માટે પ્રેરિત કરશે

author img

By

Published : Jan 20, 2021, 12:48 PM IST

  • થાઈલેન્ડ ઓપનમાં બીજા રાઉન્ડમાં પીવી સિંધુનો પ્રવેશ
  • આ જીત મને ખૂબ જ પ્રેરિત કરશેઃ પીવી સિંધુ
  • છેલ્લી ટૂર્નામેન્ટમાં પહેલા રાઉન્ડમાં હારી ગઈ હતીઃ પીવી સિંધુ

બેન્કોકઃ થાઈલેન્ડ ઓપનના પહેલા રાઉન્ડમાં પીવી સિંધુએ જીત મેળવી લીધી છે. જ્યારે બીજા રાઉન્ડમાં પણ જગ્યા બનાવનારી ભારતીય સ્ટાર શટલર પીવી સિંધુએ આ અંગે કહ્યું હતું કે, આ જીત મને આગામી મેચમાં સારું પ્રદર્શન કરવા માટે ખૂબ જ પ્રેરિત કરશે. આ મેચ ખૂબ જ સારી રહી અને હું ખૂબ ખુશ છું. મને લાગે છે કે, મારા માટે આ જીત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે, ગઈ વખતે છેલ્લી ટૂર્નામેન્ટમાં હું પહેલા રાઉન્ડમાં હારી ગઈ હતી અને આ મારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે હું જીતું.

આ જીત મારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણઃ પીવી સિંધુ

પીવી સિંધુએ વધુમાં કહ્યું હતું કે, જ્યારે હું 19 પર હતી અને ઓછો સ્કોર આપતી હતી, તેવામાં મારે પોતાના પર નિયંત્રણ કરવું જોઈએ, પરંતુ મને લાગે છે કે, બધી રીતે આ ખૂબ જ સારી રમત રહી અને મારા માટે મહત્ત્વપૂર્ણ છે. મેચ પૂર્ણ થયા બાદ મને રાહત થઈ. ગઈ વખતે જ્યારે હું લીડ કરી રહી હતી, પરંતુ હું હારી ગઈ હતી. આ માટે હું એક તક ગુમાવવા નહતી માગતી. હું 19-8થી લીડ કરી રહી હતી. જોકે, આ મેચ પૂર્ણ કરવા માટે મારી પાસે માત્ર બે જ સ્કોર હતો. હું ખૂબ ધ્યાન આપી રહી હતી. હું પોતાનાથી જ નારાજ થઈ રહી હતી. કારણ કે, હું ત્યારે ત્રણ કે ચાર સ્કોર આપી ચૂકી હતી અને આ માટે હું હકીકતમાં ખીજાઈ ગઈ હતી. એટલે જ આ જીત મને બધી રીતે ખૂબ જ પ્રેરિત કરશે.

મારે હજી પણ ખૂબ ધ્યાન આપવું પડશેઃ પીવી સિંધુ

પીવી સિંધુએ વધુમાં કહ્યું હતું કે, મને ખૂબ જ વિશ્વાસ હતો, પરંતુ મારે ખૂબ જ ધ્યાન આપવું પડશે. કારણ કે, તમે ક્યારેય નથી જાણી શકવાના કે શું થવાનું છે અને તમારે બધી રીતે તૈયાર રહેવાનું હોય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.